________________
[ ૧૩૮ ].
ઐતિહાસિક પૂજા કીર્તિને ચિરંજીવ બનાવી. આબુ પહાડ પરનું બંધુબેલડીના દ્રવ્યથી તૈયાર થયેલું અને તેજપાલની દક્ષ પત્ની અનુપમાદેવીની વારંવાર સૂચનાઓ પામેલ એ દેવાલય આજે પણ કારીગરીના અજોડ નમૂનારૂપે દષ્ટિગોચર થાય છે, અને હજારોનું આકર્ષણ કરે છે. વિમલશાહના શ્રી આદિનાથના દેરાસરની બાજુમાં આવેલ આ રમણીય દેવાલય શ્રી નેમિનાથની ટૂંક તરીકે ઓળખાય છે. જો કે શત્રુંજય, ગિરનાર ઉપર આ બંધુબેલડીએ દેરાસરે બંધાવ્યાં છે, છતાં આબુ પરના આ દેવાલયમાં જે અદ્દભુત કેરણી છત તેમજ રંગમંડપના તારામાં અને સ્થભે પર કરવામાં આવી છે તે હરકેઈની પ્રશંસા માગી લે તેવી છે. બંધુ લુણિગના
સ્મરણાર્થે આ ટૂંક ઊભી કરવામાં આવી છે અને એમાં તેજપાલ તથા તેમની ભાયી અનુપમાદેવીએ સવિશેષ રસ લીધો છે.
એ સંબંધમાં નિમ્ન નેંધ ખાસ ધ્યાન ખેંચે છે–
It stands close to that of Vimalshah and was completed in A. D. 1230. It is a fine example of what is known as the Jaina style of architecture and in the words of Ferguson for minute delicacy of carving and beauty of detail stands almost unrivalled even in the land of patient and lavish labour.
વસ્તુપાળ પિતે કવિ પણ હતા. વસંતપાલના તખલ્લુસથી એમણે કાવ્યરચના કરી છે. સોમેશ્વર એમના સંબંધમાં લખે છે કે–સરસ્વતી દેવીને એ લાડીલે પુત્ર હતો અને આચાર્ય મહારાજ મેરૂતુંગસૂરિ વસ્તુપાળને મહાન કવિ તરીકે વર્ણવે છે. તેમની સુપ્રસિદ્ધ કૃતિ નામે નરનારાયuri, જેમાં અર્જુન શ્રી કૃષ્ણની મૈત્રી, તેઓનું ગિરનાર પર્વત પર ભ્રમણ અને