Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 142
________________ ગૌરવગાથા [ ૧૭ ]; ઊર્ધ્વ ગતિ સૂચવતી આકાશ તરફ આગળ વધી રહી હોય એવો ભાવ સૌ કોઈના અંતરને થઈ રહ્યો હતો. . પહાડ પરનાં નાનાં મોટાં પ્રત્યેક દેવાલયમાં દર્શન કરતાં વીતરાગમૂર્તિનાં શાંત ને મને હર ચહેરાનું વારંવાર ધ્યાન ધરતાં, એમાંથી ઝરતાં અદ્દભુત શાંતરસનું પાન કરતાં કરતાં યાત્રાળુઓ પર્વત પરથી ઉતરી પોતાના મુકામે આવ્યા ત્યારપછી સંઘે ગિરનાર પ્રતિ પ્રયાણ કર્યું. ત્યાં પણ તળટીમાં ડેરા-તંબુ તાણુ ઉતારે કરવામાં આવે અને બીજે દિને સવારે પર્વત પર ચઢી યાત્રાળુઓના વિશાળ સમુદાય સહિત સંઘપતિ વસ્તુપાલે રમણીય એવી શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કર્યા તેમજ બીજા દેવાલયે પણ હાર્યા'. સંઘને પડાવ ત્રણ દિન પર્યત રહ્યો અને પછી પ્રભાસપાટણ તરફ પ્રયાણ કર્યું. પ્રભાસપાટણના મનહર ચૈત્યની યાત્રા પછી સંઘ ધોળકા પાછો ફર્યો. સહીસલામત યાત્રાળુઓ પોતપોતાના ઘર તરફ સિધાવ્યા. દરેકના મુખમાં મંત્રીશ્વરની ભક્તિ અને ઉદારતાના શબ્દો રમી રહ્યા હતા. ઈ. સ. ૧૨૨૮ માં પટ્ટધર શ્રી જગચંદ્રસૂરિની અનુપમ તપશ્ચર્યા નિમિત્ત પ્રભુ શ્રી મહાવીરદેવના પાંચમાં ગણધર સુધર્માસ્વામી દ્વારા સ્થાપન થયેલ નિર્ગથ ગચ્છનું તપાગચ્છ એવું નામ પાડ્યું. મંત્રીશ્વર વસ્તુપાલે એની સુવાસ વિસ્તારવામાં આચાર્યશ્રીને સબળ ટેકે આપે. જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકે વસ્તુપાળે અને તેમના ભાઈ તેજપાલે મંદિરો, પાઠશાળાઓ, ઉપાશ્રયે તેમજ ધર્મશાળાઓ બંધાવવામાં પ્રાપ્ત કરેલ લક્ષમીને વ્યય કર્યો. આ સ્થળના નિર્માણમાં તેઓએ શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત કારીગરોને રોક્યા. એમાં શોભનદેવ નામા મશહૂર શિલ્પીને વેગ તેમને સાંપડ્યો કે જેણે આબૂ પરનું જગપ્રસિદ્ધ દેવાલય તૈિયાર કરી મંત્રીશ્વરની

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154