________________
{ ૧૩૬ ]
ઐતિહાસિક પૂર્વજોની * મેગસૂરિના લખવા પ્રમાણે સંઘમાં એકવીશ હજાર વેતાંબર અને ત્રણ દિગંબરો હતા. તેમના રક્ષણ સારુ એક હજારનું અવારોહી સૈન્ય તથા સાતસો સાંઢણી પરના સૈનિકે અને ચાર મેટા અધિકારના સેનાનાયકો હતા. - શ્રી શત્રુંજય ગિરિની તળેટીમાં સંઘ આવ્યા પછી સંઘપતિનો આદેશથી ડેરા તંબુ નાંખવામાં આવ્યા. બીજે દિને પ્રભાતે ગિરિરાજ પર ચઢવાને આરંભ થયે. ઉપર પહોંચ્યા પછી પ્રથમ પર્વતના રક્ષક એવા કપદીયક્ષની પૂજા કરી. ત્યાંથી આગળ વધી મંત્રીશ્વર સહિત યાત્રાળુઓ મૂળનાયક શ્રી આદિદેવના મંદિરમાં પહોંચ્યા. તીર્થપતિ શ્રી ઋષભદેવની વિશાળ ને રમ્ય મૂર્તિ સામે સૌ કરજેડી ઊભા અને સંઘપતિએ પોતે રચેલી સ્તુતિ પ્રભુમૂર્તિ સામે ઊભા રહી મધુર આલાપથી ગાવા માંડી. નરનારાયorriટ્ર-કાવ્ય જે મંત્રીધર વસ્તુપાલની કૃતિ છે એના પરિશિષ્ટ તરીકે એ સ્તુતિને જોડવામાં આવી છે. સમી પવતી બીજા ચૈત્યમાં દર્શન-વંદનાદિક કાર્યો થયા બાદ યાત્રાળુઓ નાન કરવામાં રોકાયા અને પૂજાના પવિત્ર વસ્ત્રો પહેરી અરિ. હંતની અષ્ટપ્રકારી પૂજામાં એકચિત્ત બન્યા.
કેસમિશ્રિત ચંદન તેમજ કસ્તુરી-બરાસની સુવાસ તરફ વિસ્તરી રહી, વિવિધ જાતિનાં સુગંધીદાર પુપોની માળાઓ પ્રભુમૂર્તિના કંઠમાં શોભવા લાગી, અને દશાંગ ધૂપની ધૂમ્રશિખા તે એટલા પ્રમાણમાં વિસ્તરી કે સારું યે દેવાલય અંધકારમાં ડૂબી ગયું. ઘંટાનાદના ગરવ સાથે અને જય જય શબ્દોના મેટેથી બેલાતા હર્ષારવ સાથે આરતિના કાર્યને આરંભ થયે. એ વેળાનું દશ્ય રોમાંચ ખડા કરે તેવું થઈ પડયું. નાનકડા દીવડાઓની હારમાળા જાણે પ્રત્યેક હૃદયના કર્મમળને જલાવીને સાફ કરવા લાગી ન હોય અને એમાંથી શિખારૂપે આત્માની