Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 144
________________ ગૌરવગાથા . [ ૧૩૯ ] અર્જુન દ્વારા સુભદ્રા સાથેના પ્રસંગની રચના સાહિત્યની નજરે ઉત્તમ કક્ષાની લેખાય છે. એ કાવ્યમાં કવિની પ્રજ્ઞા પૂરબહારમાં ખીલી ઊઠી છે. એમાં કુદરત અને કળાને જે રીતે વિકસાવ્યા છે એ ઉપરથી કવિમાં રહેલી ચતુરાઈ અને કુપનાશકિત પુરવાર થાય છે. જુદાં જુદાં પાત્રોની જે ખાસિયત વર્ણવી છે એ ઉપરથી કવિહૃદયમાં રમણ કરતા ભાવને ખ્યાલ આવે છે. આ કાવ્ય એ કાળની કવિ દુનિયામાં આશ્ચર્યકારક મનાયું એટલું જ નહીં પણ એ દ્વારા કવિ તરીકેની વ્યાજબી પ્રશંસાના ઉદ્ગાર ખુદ પ્રતિસ્પધીઓના મુખમાંથી પણ બહાર પડ્યા. મહાકવિ તરીકે ખ્યાતિ વિસ્તાર પામી અને સર્વત્ર આનંદની ઊર્મિએ ઊઠી. રાજકાર્યપટુતા મંત્રીશ્વરમાં હોય એ કલપી શકાય તેવી બાબત છે. એ સાથે રાજ્યસંચાલનને બેજે પણ સંભવે જ. એમાં સાક્ષરતા સાંપડવી એ કઈ ભાગ્યશાળીને જ સંભવે. તેથી જ કહેવત છે કે – A poet is born and not made એ સાચી વાત છે. સોમેશ્વર, અરિસિંહ અને બીજા કેટલાક મંત્રીશ્વરને મુરબ્બી માનીને પોતાની કૃતિઓ તેમને અર્પણ કરી ગયા છે. કીર્તિકૌમુદી” અને “સુકૃતસંકીર્તન” એ વાતની સાક્ષી પૂરે છે. મંત્રીશ્વર જાતે કવિ હોવાથી કવિતાના ગુણદોષ સમજી શક્તા અને અન્ય કવિઓની કદર પણ કરી શકતા. એમની એ શક્તિવિશેષથી જ ધૂળકાના દરબારમાં કર્તાહર્તા સોમેશ્વર હોવા છતાં હરિહરને સન્માન પ્રાપ્ત થયું હતું. જાતે એ વિષયમાં રસ લેતાં અને બીજાને પ્રેરણા દેતાં. મંત્રીશ્વરની પ્રાર્થનાથી નારચંદ્રસૂરિએ કથારત્નસાગર” અને તેઓના શિષ્ય શ્રી નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ ”ની રચના કરી હતી. ઉદયપ્રભ નામના બીજા મુનિ મહારાજે “ધર્માસ્યુદય” મહાકાવ્યની રચના કરી હતી, જેની તાડપત્ર પર લખાયેલ પ્રત કે જેમાં ખુદ મંત્રીશ્વરના પોતાના હસ્તાક્ષર છે એ ખંભાતના શ્રી શાન્તિનાથ જૈન તાડપત્રીય ભંડારમાં છે.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154