________________
[૧૪]
ઐતિહાસિક પૂર્વજોની મંત્રીશ્વરે ત્રણ મોટા જ્ઞાનભંડાર બનાવરાવ્યા અને પાણીની માફક દ્રવ્ય ખરચીને એમાં પ્રાચીન અને સારા પ્રમાણમાં સંગ્રહ કર્યો. સાહિત્યની સેવામાં જરા માત્ર ન્યૂનતા નથી દાખવી. - વરધવળનું મૃત્યુ સન ૧૨૩૮ માં થયું. એના મરણથી પ્રજાના દરેક જનને આઘાત પહોંચે. એના પ્રત્યેની અસીમ ભક્તિથી ખેંચાઈ ૧૨૦ મનુષ્ય એની ચેહમાં બળી મરવા તૈયાર થયા, પણ તેજપાળે દીર્ધદષ્ટિ વાપરી, સખત ચેકી પહેરે ગોઠવી એ બધાને મરતાં બચાવ્યા. એના પુત્ર વીરમ અને વીસલ વચ્ચે રાજગાદી માટે ઝઘડો ઉદ્દભવ્યા. વસ્તુપાલે લાંબી નજર દોડાવી વીસલને ટેકે આપે. આથી વરમ જાહેર નાસી ગયે, જ્યાં તેના સસરા ઉદેસિંગદ્વારા પાછળથી ઘાતકી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું.
વિશળદેવના રાજ્યકાળે મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના અધિકારનો ત્યાગ કર્યો. એક બનાવ એવો બન્યા કે જેના ઉપરથી મંત્રીશ્વરનું દિલ રાજકાજથી સહજ ઉઠી ગયું. . રાજમાર્ગ પર આવેલ એક શમણાની વસતીના મેડા પરથી એક સાધુજી રજોહરણદ્વારા ભૂમિનું પ્રમાર્જન કરી રહ્યા હતા. એ માગેથી રાજવી વીશલદેવના મામા સિહની ગાડી જઈ રહી હતી. મુનિને રજોહરણથી શુદ્ધિ કરતાં જોતાં જ સિંહને પીત્તો ખસ્યો, ગાડી ઉભી રખાવી, ઝટપટ એમાંથી ઉતરી, વસતીને દાદર ચઢી, કંઈપણ પૂછડ્યા વિના મુનિને થપાટ લગાવી! ગુસ્સામાં ભભડી ઉઠ્યો. રાજમાર્ગો પર એક અધિકારી સામે આવી રીતે ધૂળ ખંખેરાય! મંત્રીશ્વર શ્રાવક છે તેથી શું થયું? આ રાજ્યમાં હવે ઘડીભર પણ શ્રમણની આવી તુમાખી નહીં ચલાવી લેવાય ! તે તરત જ દાદર ઉતરી, ગાડીમાં બેસી નગર બહાર ચાલી ગયે.