________________
ગૌરવગાથા
[ ૧૩૧} પ્રયાસ આરંભે ત્યારે વાઘેલા લવષ્ણુપ્રસાદે ધૂળકામાં પિતાની
સ્વતંત્ર ગાદી સ્થાપી; અને જે પ્રદેશ સાબરમતી અને નર્મદા વચ્ચે આવેલ હતું એ સર્વે ઉપર તેમજ ધોળકા-ધંધુકાના જીલ્લાઓ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. આમ છતાં અણહિલપુરનાં મહારાજ્ય પ્રત્યેની ભક્તિમાં જરા પણ ન્યૂનતા આવવા ન દીધી. લવણુપ્રસાદ ઘણે ડાહ્યો અને દીર્ઘદશ સરદાર હતો અને સાથોસાથ પાકો મુસદ્દી પણ હતો. રાજવી ભીમ સાથેને એને વર્તાવ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના-બ્રીટીશ દિવાનને મોગલ પાદશાહ શાહ આલમ સાથે હતા તેવા પ્રકારને કહી શકાય, અંગ્રેજીમાં ટાંક મહાશયે કહ્યું છે કે-He cared more for the substance than for the shadow. ( axeiice ડાળાં-પાંદડાં કરતાં મૂળની જ વધારે ચિંતા કરતું હતું ) એ અક્ષરશ: સાચું છે.
લવણપ્રસાદે પૂર્ણ શક્તિ વાપરી વાઘેલા રાજ્યની સ્થાપના કરી, છતાં પિતે તે આખર સુધી પાટણની ગાદીને વફાદાર ખંડીઓ રાજા રહ્યો. ધોળકાના રાજ્યની સ્થાપનામાં પોતે અગ્ર ભાગ ભજવ્યા છતાં એ પર પોતે ન બેસતાં પોતાના પુત્ર વિરધવલને બેસાડ્યો. આ રાજવી વિરધવલના પ્રખ્યાત મંત્રીઓ એ આપણુ વાર્તાનાયક વસ્તુપાળ અને તેજપાળ. એ ઉભય બંધુઓએ શરૂઆતમાં અણહિલવાડની સેવા સ્વીકારી હતી અને પિતામાં રહેલ શૌર્ય અને બુદ્ધિમત્તાનું જવાહિર એક કરતાં વધુ પ્રસંગેમાં બતાવ્યું હતું. રાણુ લવણપ્રસાદ એમને પારખવામાં પ્રથમ હતો અને તરત જ એણે એ ઉભયને ત્યાંથી ખેંચી લઈ વિરધવલના પાટનગર ધોળકામાં મૂકયા હતા. પણ એક અભિપ્રાય એ પણ પ્રાપ્ત થાય છે કે–જ્યારે એ બે ભાઈઓએ વિરધવળની સેવા સ્વીકારી ત્યારે એમની વય પૂરી પચીસની પણ ન હતી; એટલે આ ઉપરથી એમ લાગે છે કે પાટણમાં તેઓએ