________________
[ ૧૩૦]
ઐતિહાસિક પૂર્વજોની કરતે હતો. એ સંબંધમાં પૂર્વે ટૂંકમાં ઉલ્લેખ કરાયેલ છે. કુમારદેવીએ ગિરનારની તળેટીમાં કુમારદેવી સરેવર બંધાવ્યું, જ્યારે આસરાજે પહાડ પર દેવાલય બંધાવ્યું.
આસરાજને કુમારદેવીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈ. લુણિગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ અનુક્રમે પુત્રનાં નામ છે. એમાંનાં લુણિગ અને મલદેવ નાની વયમાં મરણ પામવાથી મોટે ભાગે વસ્તુપાલ અને તેજપાલની નેધ વધુ મળે છે. કુમારદેવી પોતાના પુત્ર વસ્તુપાળ તથા તેજપાળના લગ્નસંબંધ જેવા ભાગ્યશાળી થઈ હતી એવી નોંધ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી બેંધના આધારે તેણે પિતાના પતિના મૃત્યુથી અગિયારમા દિન પૂર્વે પંચત્વ પામી હતી. શ્રી મેઘાણના છેલ્લા પુસ્તક “ ગુજરાતની જય” ખંડ ૧ તથા ૨ પ્રમાણે લગ્નકાળે અને પછીથી ઉભય બંધુની થઇ રહેલી ચડતી વેળા કુમારદેવી જીવતી હતી એમ જણાય છે. છે કે આ વસ્તુપાલના લગ્ન લલિતાદેવી સાથે અને તેજપાળના લગ્ન અનુપમાદેવી સાથે થયાં હતાં. અનુપમાદેવી ખાસ સૌંદર્ય સુંદરી ન લેખાય છતાં તેણીમાં જે પ્રજ્ઞા પ્રચુરતા અને બુદ્ધિવૈભવ ભરેલાં - હતાં તે ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, અને એને લઈને ખુદ મંત્રી વસ્તુપાલ પણ તેણની સલાહ લેવાનું પસંદ કરતા હતા.
વાઘેલાવંશની રાજ્યગાદી ચૌલુક્ય વંશના અસ્તકાળે ઉન્નત થવા માંડી. બીજા ભીમદેવના રાજ્યકાળમાં અણહિલપુરને સૂર્ય - આથમવા શરૂ થઈ ચૂક્યા હતા, એની અશક્તિને લાભ લઈ ખંડીઆ રાજાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ચૌલુક્યરાજ મહારાજા તરીકે ઓળખાતાં છતાં એ માત્ર નામના જ મહારાજા - હતા. ખરી સત્તા તેમના હાથમાંથી પૂર્ણ પણે સરી ગઈ હતી.
જ્યારે ભીમદેવે ઉત્તરમાં પિતાની સત્તા પુનઃ મજબૂત કરવાને