________________
[ ૧૨૮ }
ઐતિહાસિક પૂર્વજોની મળત. વ્યવહારમાં અહિંસાની મર્યાદા કયાં સુધી છે એ જેમ જાણતા તેમ આત્મયમાં એ કેટલો મહત્વને ભાગ ભજવે છે એ પણ સારી રીતે સમજતાં. તેઓ યુધે ચડ્યા છે અને સમરક્ષેત્રે પર ઘૂમ્યા છે. એ આજે પણ ઈતિહાસના પાના ઉપર આલેખાયેલ છે. અને અગાઉ આ પુસ્તકમાં ટૂંકાણમાં જણાવેલ છે. એ સંબંધી જૂદાં જુદાં રાસ, ચરિત્ર અને કથાનક પ્રગટઅપ્રગટ મેજૂદ છે. આમ છતાં અહિંસાની શક્તિ અજોડ છે. સાચી શ્રેષ્ઠતા તે એ ઉમદા વસ્તુમાં જ સમાયેલી છે, એ નિતરું સત્ય યથાર્થ પણે પિછાનતા હેવાથી જીવનના શેષ કાળે એ વિર આત્માઓ શરણે તો શ્રી વીતરાગના જ ગયા, અહિંસાના મૂર્તિમંત સ્વરૂપ સમા અરિહંત દેવને જ સધિયારો શોધ્યા, જૈનધર્મનું જ અવલંબન રહ્યું.
લેખમાળાના આછા પાતળા આલેખને જોતાં સહજ જણાશે કે વર્તમાનકાળે જે સ્થાનમાં જૈનધર્મના અનુયાયીઓ મોટા પ્રમાણમાં મોજુદ છે, એવા ગુજરાત-મારવાડ કે મેવાડમાં પૂર્વે જેને વિશેષ સંખ્યામાં હતા એટલું જ નહિં પણ તેઓ પોતાના પ્રાંતની સ્વતંત્ર સ્થિતિ ટકાવવામાં અન્ય કે મો માફક છૂટથી ભાગ લેતા. કાંટો પકડી જાણતા તેમ કટાર પણ વાપરી શકતા. અહિંસાના ઉપાસક છતાં કાયરતાના તેઓ ઉઘાડા શત્રુઓ હતા. નિષ્પક્ષ દૃષ્ટિથી જોનાર કે વિચારનાર આ ઊડીને આંખે વળગે તેવું સત્ય અત્યારે પૂર્વેના આલેખને માંથી જોઈ શકે છે અને તારવી શકે છે. વસ્તુપાલનું અને તેજપાલનું જીવન જોતાં એની રહીસહી શંકા પણ નાશ પામી જાય તેમ છે. તાજેતરમાં શ્રીયુત મેઘાણીએ “ગુજરાતને જય: ખંડ ૧ તથા ૨” નામક પુસ્તકમાં જૂના પ્રબંધો પરથી ઇતિહાસના કાંટે તોલન કરી એ સંબંધી વિસ્તારથી ચિત્ર દેર્યું છે. આમ સામગ્રીના આટલા વિપુલ રાશિને નિહાળ્યા પછી પણ જૈન ધર્મની