________________
ગૌરવગાથા
[ ૧૨૭ ] મહાશયેએ રાજ્યને વહીવટ પણ સાચા અને જરૂર પડે હાથમાં તલવાર પણ પકડી. રાજ્ય ખટપટની આંટીઘૂંટી ઉકેલી કિંવા વહી-ખાતાવહીના પાનાં ફેરવ્યાં અને સમયની હાકલ થતાં શસ્ત્રથી સજજ બની ઘોડા પર પણ ચલ્યાને રણમેદાને પણ ગજાવ્યાં.
વિમલ મંત્રીશ્વરે ગુજરાતની કીતિ વિસ્તારવામાં કંઈ જ કચાશ રાખી નથી. જાતે વણિક હોવા છતાં ક્ષત્રિયને છાજે તેવાં કાર્યો તેણે કર્યા છે. અહિંસા ધર્મના અનુયાયીને છાજે એવું જીવન જીવી, દેશને નથી તે પરાધીન થવા દીધે તેમ નથી તે ધર્મવૃત્તિને ઊણપ આવવા દીધી. અંતકાળે આત્મકલ્યાણ પણ સાધ્યું છે. કળાના ધામમાં જિનાલ ઊભા કરાવ્યાં અને એમાં પૈસે પાણી માફક વાપર્યો. એ વાતની સાક્ષી ચંદ્રાવતીના ખંડિયેરો પૂરે છે, અને જીવંત ઉદાહરણરૂપ આજે પણ આબૂની વિમળવણીની ટૂંક ઉભી છે.
આભૂમંત્રી, મહામાત્ય મુંજાલ, શાંતુ મહેતા અને ઉદયન મહેતા, એ દરેક જન્મથી ક્ષત્રિય નહોતા. સંતાન તો વણિક કુળના જ હતા, છતાં શસ્ત્રો નહોતા વાપરી જાણતાં એમ પણ નહોતું. એ દરેક જેટલી સરળતાથી કલમ ચલાવી શકતા તેટલી સુલભતાથી જરૂર પડયે તલવાર પણ ફેરવી જાણતા. જ્યાં માતૃભૂમિ ગુજરાતની આબરૂનો પ્રશ્ન ખડો થતો ત્યાં તેઓ સ્વફરજ અદા કરવામાં જરા પણ ન્યૂનતા દાખવતા નહીં. એમના કાર્યોને બાજુ પર રાખીએ તો ગુજરાતનો ઈતિહાસ લુણવિહુણ ભોજન સમ નિરસ લાગે ! એમની નસમાં દેશપ્રેમનું રક્ત જવલંત ગતિએ દેડી રહ્યું હતું. તેઓ અહિંસાના ઉપાસક હતા. વિના કારણની હિંસા પ્રત્યે સખત અણગમે ને તિરસ્કાર દાખવતા, આમ છતાં પોતે શ્રાવક ધર્મના અનુયાયી હાઈ પિતાની દયા અને પૂજ્ય એવા સાધુની દયા વચ્ચે કેટલે ફરક છે એનું બરાબર તોલન કરતાં એટલે જ એમનાં જીવનમાં વિસંવાદ જોવા નથી