Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 128
________________ ગૌરવગાથા [ ૧૨૩] સિદ્ધાન્ત અહિંસાને આભારી કે નથી તો એ ધર્મના અનુયાયીઓએ અમલમાં મૂકેલી દયાને આભારી; પરાધીનતાનો ઈતિહાસ તે જુદા જ કારણે પર અવલંબે છે જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. આ મુદ્દા પર દષ્ટિ ઠેરવી જેનારને મંત્રીશ્વર કરમચન્દ્રના વૃત્તાન્ત અંગે જે મતફેરો હવે પછી આલેખવાના છે તે જોતાં તેમાં ખાસ મતભેદ જેવું નહીં લાગે. બછાવતોની પડતી રાજ્યકર્તાઓના ખેફને લઈને થઈ છે અને એ વેળા એ વંશના છેલ્લા નબીરાઓએ શૂરવીરતા દાખવી પ્રાણાર્પણ કરેલ છે, તેમ ગમે તે કારણને લઈ મંત્રીશ્વર કરમચંદ્ર બીકાનેર છોડી અમુક સમય પર્યત સમ્રા અકબર પાસે રહ્યા છે એ જે મુદ્દાના ઉલ્લેખ છે તેમાં માત્ર ફરક પડતો નથી. જે કંઈ મતભેદ પ્રવર્તે છે તે કારણોમાં અને તારીખોમાં પ્રવર્તે છે. “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિએ નામના નાહટા બંધુઓ ”કૃત પુસ્તકમાં મંત્રીશ્વર કરમચંદ્ર અંગે નીચે મુજબ નેંધ છે. ओसवाल जातिके पुनीत इतिहासमें बच्छावत वंशकी गरिमा गौरवान्वित है, इस वंशकी उज्जवल कीर्ति-कौमुदीका कर्मचंद्र मन्त्रि वंशप्रबंध में विस्तृत वर्णन है। बीकानेर राज्यसे इस वंशके महापुरुषोंका राज्यस्थापनासे लगाकर लगभग १५० वर्षातक घनिष्ट सम्बन्ध रहा है। संक्षिप्तमें इतना ही कहना पर्याप्त होगा की बीकानेर राज्यकी सीमाकी वृद्धि और रक्षा करने में उनका बहुत कुछ हाथ था। राजनैतिक क्षेत्रके साथ साथ धार्मिक क्षेत्रमें भी इस वंशके पुरुषोंकी सेवा विशेष उल्लेखनीय है। એ હિંદી પુસ્તકની “મંત્રીશ્વર કર્મચન્દ્ર’નામાં મથાળા હેઠલ આપેલ ઉપર મુજબની શરૂઆતની કંડિકા વાંચતાં જ બરછાવત વંશની મહત્તાને અને એ વંશના નબીરાઓએ રાજ્યકારણમાં

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154