________________
ગૌરવગાથા
[ ૧૨૧ ] નાંખવાનો નિશ્ચય કર્યો હતો અને એમ કરવામાં સુરસિંગે નહોતે જે ન્યાય કે અન્યાય ! અથવા તો નહાતાં ગયાં પિતે આપેલા વચને! સૈનિકોને એ વંશનું એકાદ બાળક પણ
જીવતું રહેવા ન પામે એવી સખ્ત આજ્ઞા આપી હતી. બીજી બાજુ આ વીર બંધુઓએ પણ આત્માની અમરતા પિછાની લઈ, એક ડંસિલા નૃપના હાથમાં બછાવત વંશનું એકાદ બાળક પણ શરણાગત તરીકે જવા ન પામે તેવી તકેદારી રાખી હતી.
આમ છતાં કુદરતને એ વંશ લુપ્ત થાય એ મંજૂર ન હોવાથી કંઈ ત્રીજું જ બન્યું. જ્યારે આ કરપીણ બનાવ બન્યા ત્યારે એ વંશની એક સ્ત્રી પોતાના પિતાને ત્યાં કિસનગઢમાં સુવાવડે ગઈ હતી. એની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. આ રીતે બછાવત વંશ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો અને જગત સમુખ અમર ગાથા ગાઈ રહ્યો.
આમ બછાવતેની ચડતી પડતીનો છેલે પડદો પડ્યો. આ સંબંધમાં જે કંઈ અતિશકિત જેવું હોય તેને બાજુ પર મૂકી માત્ર મુદ્દાની વાતને વિચાર કરીએ તે પણ એટલું તે સહજ પુરવાર થાય તેમ છે કે જેને અહિંસાના ઉપાસક હોવા છતાં માત્ર નમાલા જેવું જીવન ગાળતા નહોતા. જરૂર પડયે પિતાની ટેક માટે તેમજ રાષ્ટ્ર માટે પ્રાણ પણ પાથરી જાણતા હતા.
ભૂતકાળની એ ગૌરવ ગાથાના સ્મૃતિચિન્હ સમો “રાંગરી કા ચોક” આજે બીકાનેરમાં મોજુદ છે.
ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડ્યો છે એ ઉપરથી જે તારવણી કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરે અસ્થાને નહીં ગણાય.
ઉપરોક્ત લેખમાળાનો મારે હતુ એ છે કે-જૈનેતર લેખકે