________________
[ ૧૨૨ ]
ઐતિહાસિક પૂર્વજોની તરફથી જેને ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાને જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિમૂળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાને સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ અણમૂલો સદ્દગુણ છે. જ્યાં લગી એનું રહસ્ય યથાર્થ સ્વરૂપે સમજાય નહીં કે એમાં કેટલી બધી અદ્ભુત શક્તિ સમાયેલી છે એને સાચે ખ્યાલ પ્રાપ્ત થાય નહીં ત્યાં લગી એને આગળ ધરી ગુજરાત કે ભારતવર્ષના પતનમાં અથવા તો માથે ઠેકાયેલી પરાધીનતામાં એ સદગુણને દુર્ગુણરૂપે સધિયારો લેનારા કિવા એને જ પ્રધાનપદ આપી, ધર્મમાગે પ્રયાણ કરનારા જૈનેના શિરે જવાબદારી ઓઢાડી તેઓની દયાને નિમિત્તભૂત બનાવવાના પ્રયાસ કરનારા લેખકે કેવા ઊંધે માર્ગે જઈ રહ્યા છે એ ઉદાહરણ ટાંકી બતાવવું. જેનધર્મ એ ખરેખર, અહિંસા ધર્મને જ અગ્રસ્થાન આપે છે અને જ્યાં લગી એ અહિંસાને અમલ યથાર્થ સ્વરૂપે થાય નહીં ત્યાં લગી જનતામાં સાચી શાંતિ સ્થપાવાની પણ નથી એવું એનું દ4 મંતવ્ય પણ છે. આમ છતાં એ જ ધર્મના અનુયાયીઓએ દેશની પરિસ્થિતિ અને સંચાગે નજરમાં રાખી, પરાક્રમ દાખવવામાં કચાશ નથી રાખી કે કાયરતાને ઓળે પણ પડવા દીધો નથી. હિંસા એ દેષયુક્ત છે, એમાં ઉઘાડું પાપ દેખાય છે. એ જાણ્યા છતાં દેશ પ્રત્યેના પ્રેમને લઈ કે સ્વફરજને ખ્યાલ કરી તેમણે શસ્ત્રો ધારણ કર્યા છે અને અમાપ બહાદુરી દાખવી છે એમ પણ બતાવવું. આમ લેખમાળા પાછળ જે વિવિધ દષ્ટિબિન્દુઓ રખાયેલાં હતાં એ કેટલે અંશે ફળિભૂત થયાં છે એ તે વાચકો જ કહી શકે, છતાં એટલું તે જરૂર કહી શકાય કે જુદી જુદી પરાક્રમ ગાથાઓ સંગ્રહિત કરવામાં આવી છે એ ઉપરથી જેને તટસ્થ દષ્ટિ રાખી જશે તો સહજ જણાશે કે દેશ કે પ્રાંતની પરતંત્રતા નથી તે જૈન ધર્મના ઉમદા