________________
[ ૧૨૦ ]
ઐતિહાસિક પૂર્વજોની જો કે સંખ્યામાં તો કેવળ પાંચસે જ હતા છતાં દરેકના ચહેરા ઉપર મરણ જંગ ખેલવાની અને એ રીતે ખપી જવાની અડગ વૃત્તિ ઝબકી રહી હતી. બછાવત બંધુએ અને તેમના અંગરક્ષક રાજાના સૈનિકે સામે બહાદુરીપૂર્વક ખૂઝયા; પણ ત્રણ હજારના વિશાળ સમુદાયમાં તેમનું પ્રમાણ શી ગણનામાં લેખાય? બચ્છાવતોને અંધારામાં રાખીને એકાએક આ જાતનો ઘેરો ઘાલવામાં આવ્યો હતો. અહીં સમેવડિયાના સમરાંગણ જેવું હતું જ નહીં. જ્યારે મુક્તિ મેળવવાની સર્વ આશા અદશ્ય થઈ ત્યારે સવાલ વંશના આ વીર નબીરાઓએ સહકુટુંબ ખપી જવાને નિરધાર કર્યો. તેઓએ ભયંકર છતાં પુરાતન કાળના ‘જોહરને માર્ગ લીધો. મકાનના એક ગામમાં ચિતા ખડકવામાં આવી. પુરુષોએ પોતપોતાના નારીવશે તેમજ બાળબચ્ચાઓની છેલ્લી વિદાય લીધી! સ્ત્રીઓ, બાળક અને મરદેશમાં જેઓ વૃદ્ધ કે અશક્ત હતાં એમાંના કેટલાકે તલવારથી પિતાની જીવાદોરી કાપી નાંખી, જ્યારે ઘણું બળતી આગમાં કૂદી પડ્યા. લેહીની સરિતા વહી રહી ! ભીરુતાની હાય એકાદના મુખમાંથી પણ ન સંભળાઈ ! જે કંઈ કીંમતી અને પ્રાચીનકાળની સ્મૃતિરૂપ અસબાબ હતો તે એક કૂવામાં નાંખી દેવામાં આવ્યો ! (આજે પણ એ સ્થળની મુલાકાત લેનારને એ કૂવો બતાવવામાં આવે છે.) બાકીના ફરનીચરને તોડીક્રેડી નકામું બનાવી દેવામાં આવ્યું. આ રીતે સંસારજન્ય બંધનથી મૂક્ત બની ઉભય બંધુઓએ ગૃહમંદિરમાં આવેલ શ્રી અરિહંત દેવની કેશરથી પૂજા કરી તેમજ સ્તુતિ કરી છેલ્લી વાર માટે પરસ્પર ભેટી લીધું. ત્યારપછી પોતાના પિશાક પર કેસરના છાંટણા કરી, હાથમાં તલવાર લઈ ઉભય બહાર પડ્યા. હવેલીના દરવાજા ઉઘાડા મૂકી દીધા. તેઓ શૂરવીરતાપૂર્વક જીવનના અંત સુધી ઝઝયા અને વિચિત મૃત્યુને વર્યા. એક તરફ રાજવીએ પિતાના કેલને પાળવા સારુ બિછાવત વંશને જડમૂળથી ઉખેડી