________________
ગૌરવગાથા
[૧૧૯ ] તેટલો દેખાવ કરવા છતાં કિન્નાખોરી છુપી રહી શકતી નથી. સુવર્ણ અને પિત્તળ વરચે ભલે વર્ણની સમાનતા હોય, છતાં જ્યાં કસેટીએ ચઢાવાય કે તરતજ ઉભય વચ્ચે રહેલી ભિન્નતા ખુલ્લી પડે છે.
સાણસામાં સાપ પકડાય છે અને હવે છટકવાની એક પણ બારી ઊઘાડી નથી રહી એ જોતાં જ બીકાનેરનરેશે પિત પ્રકાર્યું. અને પિતાને આપેલ કેલ પૂર્ણ કરવા કમર કસી. માંડ બે મહિના સુખમાં વ્યતીત થયા ત્યાં તે એક સવારે ઊઠતાં જ બછાવત વંશના આ અંતિમ વારસોને ખબર પડી કે રાજાના મીઠા વચનથી આકર્ષાઈ, મૃત્યુપથારીએથી ભાર મૂકી કાઢેલ પિતાના જે અંતિમ ઉદ્દગાર પ્રતિ દુર્લક્ષ્ય દાખવ્યું હતું, તે સાચા પડતાં હતાં. એટલે કે એ રાજાના ત્રણ હજાર સિનિકેથી પિતાનો આવાસ ઘેરાયેલે દષ્ટિગોચર થયે. ટાંક મહાશયના શબ્દોમાં કહીએ તો
Now truth dawned on them in all its terrible reality. They instinctively realised the situation and preferred a glorius death to an ignominious surrender.
આ જોતાં જ તેમની આંખ પરના પડદા હટી ગયા, પિતાશ્રીની દીર્ધદષ્ટિનો ખ્યાલ આવ્યું. પણ આગ લાગી ચૂકી હતી એટલે હવે કૂવો ખોદવાને યત્ન નિરર્થક હતા. દૂધ ઢળાઈ ગયા પછી એ પર વિચારણા કરવી જેમ નકામી ગણાય તેમ થયેલ ભૂલ પર હવે વિમર્શ–પરામર્શ કરવા બેસવું એ ફેગટ હતું. કાળા અને ડંસીલા નાગની ચૂડમાં તેઓ બરાબર ફસાઈ ગયા હતા. તરત જ તેઓએ નિરધાર કરી લીધો અને વીરાના મતે મરવાને સાંપડેલ પેગ વધાવી લીધું. પોતાના રાજપૂત અંગરક્ષકેના નાના સમૂહને લઈ તેઓ સામનો કરવા ખડા થયા.