Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 123
________________ [ ૧૧૮ ] ઐતિહાસિક પૂજોની અનુભવીઓનુ એ વચન સાચું જ છે કે ખિલાડી દૂધને દેખે છે, પાછળ ઉભેલા માનવીના હાથમાં રહેલી ડાંગને દેખી શકતી નથી. રાજ્ય ખટપટના વાયરા જેમણે જોયા નથી, દેશી રાજવીએના પલટાતા સ્વભાવાની જેમને પરીક્ષા નથી એવા આ લેાળા ભલા નવયુવાનેાને સ્વપ્ને પણ એવા ખ્યાલ કયાંથી હાય કે તેમની સાથે આ રીતે ઇરાદાપૂર્વક પ્રપંચ રમાઇ રહ્યો છે ! અલ્પકાળમાં જ અપાયેલા વચનેાની કિમત કેાડીની છે! અને રાજવીના હાવભાવ એકાદ કુશળ નટના વેષ-અદલામાં પરિણમવાના છે! તે સ્વદેશમાં સુખ સેગવવા સારુ કે વીસરાયેલ સ્નેહબીજને જળસિંચન કરવા સારું પાછા નથી ફરતાં પણુ કેવળ યમરાજના ભક્ષ્ય બનવા સારું પાછા ફરે છે, એવી શંકા પણ તેમને ક્યાંથી જન્મે ? સુરસિંગે જાળ બિછાવવામાં સંપૂર્ણ પણે ચતુરાઇ વાપરી હતી. પેાતાના મિલન હેતુ જરા પણ પ્રગટ થવા દીધા ન હતા. પ્રથમ પગલુ એણે પેાતાના ચાલુ દિવાનને હાદ્દા પરથી ખસેડવાનુ ભર્યું અને પછી એ અધિકાર ખચ્છાવતના વંશજને સાંપવાની જાહેરાત કરી. આમ બીકાનેરવાસી જનતાના અંતરમાં પેાતાના શુદ્ધ આશયની સુ ંદર છાપ બેસાડી. દરમિયાન ભાગચંદ અને લક્ષ્મીચ'દ પેાતાના રસાલા સાથે માતૃભૂમિની ભાગાળે આવી પહોંચ્યા. રાજવી તરફથી તેમના દરજ્જાને છાજે તેવું સ્વાગત કરવામાં આવ્યું. જનસમૂહમાં એની સચાટ છાપ બેઠી. કરમચંદ મત્રીના સમયમાં બનેલ બનાવ આ રીતે વિસ્મૃતિના વિષય બન્યા. માત્ર જનતા જ નહિં, પણ ખુદ મત્રીશ્વરના વારસાને ઘડીભર લાગ્યું' કે પિતાશ્રીની હઠ અસ્થાને હતી. પણ એમને આ ભ્રમ ઊઘાડા પડતાં વિલંબ ન થયા. ગમે

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154