________________
ગૌરવગાથા
[૧૧૫ ] એને દુઃખ થયું છે, પણ એ લાચાર છે કે આ સ્થાનમાં મને તે કંઈ જ કરી શકતો નથી. એ તે ડંશીલે નાગ છે “મg તિતિ વિહ્યા, દૃશે દૃા ” જેવું એનું વર્તન છે. સુખી થવું હોય તે મારા આ વચને ભૂલશે નહીં.
સમયનું ચક્ર અખ્ખલિત ગતિએ વહે છે. બછાવત વંશના આભૂષણ સમા કર્મચંદ્રજી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. આ સમાચાર મળતાં રાયસિંગે શોક દર્શાવવામાં મણા ન રાખી, મંત્રીશ્વરના કુટુંબ પ્રત્યે–ખાસ કરી ઉભય બંધુઓ પ્રત્યે લાગણું દર્શાવવામાં તે મર્યાદા વટાવી ગયેથોડા માસ પસાર થઈ ગયા પછી એ કુટુંબ સ્વદેશ પાછું ફરે એ માટેના ચક્રો ગતિમાન પણ કરી દીધા.
મૃત્યુશાના શિક્ષાવચને હજુ કાનમાં તાજા ગુંજતા હેવાથી ભાગચંદ અને લક્ષ્મીચંદ શરૂઆતમાં તે નિશ્ચયમાં અડગ રહ્યા અને બીકાનેર પાછા ફરવા સંબંધમાં ચોકખી ના પાડી.
આમ છતાં રાયસિંગે પ્રયાસ ચાલુ જ રાખ્યા. એના હદયના ઊંડાણમાં બછાવત વંશ સામે જે વૈર લેવાની ચીરાગ પ્રવલિત થઈ ચૂકી હતી તે કોઈપણ પ્રકારે હાલવાય તેમ નહોતું. પિતાની આંખમાં ગુનેગાર ઠરેલ કર્મચંદ્ર મંત્રી, થાપ આપી ચાલ્યા જાય, અને પાદશાહના હાથે ગૌરવ પામે, અને ટેકપૂર્વક એક વીરને છાજે તેવું મરણ મેળવે એ એને ગમતું જ ન હતું. એ સર્વ લાચારીથી એ સાંખી રહ્યો હતે. સોગટી મારવાના દાવ શોધતો હતો જ. ભલે મંત્રીશ્વર બચી ગયા પણ એના વારસો જરૂર પિતાની જાળમાં ફસાશે એવી આશા હતી એટલે જ એ સાણસા ગોઠવવામાં મશગૂલ હતો.
પણ યમરાજના દરબારને ડંકો પડ્યો. સન ૧૯૧૧માં એ મહાસત્તાનું તેડું આવ્યું. રાયસિંગ એકાએક ગંભીર માંદગીમાં