Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 117
________________ * 1. [ ૧૧૨ ] ઐતિહાસિક પૂર્વજોની શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દેવાલયમાં એકઠી કરી હતી. એસવાળ જ્ઞાતિમાં તેણે દેશ-કાળને અનુરૂપ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. અને ભેજક યાને યાચક માટેના લાગા નકકી કર્યા હતા. - આ મંત્રીશ્વર કર્મચંદ્ર પિતાના અધિકારકાળે, માથા પર રાજ્યચિંતાને મેટે બેજે હોવા છતાં, શક્તિ અનુસાર ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ફાળો આપે હિતે. એ સંબંધી વધુ જાણવાની ઈચ્છાવાળાએ મંત્રીશ્વરને લગતો પ્રબંધ અને રાસ જોઈ લેવા. કેટલીક અતિશક્તિ કવિ કિવા લેખકદ્વારા થઈ હોય છે, પણ એ બાદ કરી સત્ય તારવવું હોય તો મુશ્કેલી નથી પડતી; ઈતિહાસને ગવેષક એ કાર્ય અવશ્ય સાધી શકે છે. અકબર શાહ સંપૂર્ણપણે જેનધમી નહોતો બન્ય, છતાં એના જીવનના પાછળના વર્ષોમાં, એના આચરણમાં જૈનધર્મના ઉપદેશની અસર વિશેષ પ્રમાણમાં દષ્ટિગોચર થતી હતી. જેધર્મને એ ચુસ્ત પ્રશંસક બન્યો હતો. જેનધર્મના સિદ્ધાતો સમજાવવાનું સૌ પ્રથમ માન પૂજ્ય શ્રી હીરવિજયસૂરિજીના ફાળે જાય છે. એ કાર્ય સન ૧૫૮૨માં બન્યું હતું. સૂરિમહારાજની ઉપદેશ પદ્ધતિએ પાદશાહના હૃદયમાં જૈનધર્મ માટે ઉમદા સ્થાનનું બીજારોપણ કર્યુ. જે ઉત્તરોત્તર શ્રી વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર અને પદ્મસુન્દર આદિ તપગચ્છની શાખાના મુનિપુંગવાથી વૃદ્ધિગત થયું. આંગ્લ ઇતિહાસકાર વિન્સેન્ટ સિમથ લખે છે કે સન ૧૫૮૨ પછીથી પાદશાહના હાથે જે કાર્યો થયાં છે એમાં જૈનધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટ છાપ તરવરે છે. અબુલફઝલ પોતાના આઈને અકબરી ગ્રંથમાં શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિખે સંબંધમાં, સુંદર શબ્દમાં નોંધ લે છે. જહાંગીરનામામાં પણ એ વાતને ઉલેખ છે કે

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154