________________
ગૌરવગાથા
[ ૧૦૯ ] વડવાઓ આજે પેઢી ઉતાર સંસ્થાનના કલ્યાણમાં અને ઉત્કર્ષ માં ફાળો આપતા મંત્રીપદે ચાલ્યા આવે છે એને આ વંશજ એકાએક કાવત્રાધાજ શા સારુ નીવડે ? મંત્રીપદમાં કંઈ ઊણપ હતી કે જેથી રાજપલટો આણવા તૈયાર થાય?
નીતિકારે સાચું જ કહ્યું છે કે રાગાંધની દશા તે ઘુવડ અને કાગડા કરતાં પણ અતિ ખરાબ હોય છે, કેમકે ઘુવડ તો માત્ર દિવસે જઈ શકતું નથી, જ્યારે કાગડે માત્ર રાતે નથી જોઈ શકતે. પણ રાગથી અંધ બનેલ આદમી નથી દિવસે જોઈ શકત કે નથી તો રાત્રે દેખી શકતો. પાસે બેસનારા હાજીઆઓ પર જે સ્નેહ રાજાને બંધાઈ ચૂક્યો હતો એના પર મુસ્તાક રહી, વાત ખરી માની એકદમ તેણે કરમચંદને પકડવાને હુકમ કર્યો, એટલું જ નહિં પણ પકડીને મારી નાખવાની આજ્ઞા પણ સાથે જ આપી દીધી ! મેગલાઈ જમાનાની જહાંગીરી એ કાળે મેગલ દરબારમાં શરૂ થઈ નહોતી, કેમકે એ વેળા મહાન અકબર ગાદી પર હતો. પણ દેશી રાજ્યમાં તો ઘણી જગ્યાએ રાજા બોલ્યા એટલે ભગવાન બેલ્યા એમ મનાતું : “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તો હાજી હા ને યુગ હતો ! સાચું કહેનારને મરણ મુઠ્ઠીમાં રાખીને ફરવું પડતું! ઉપર જોયું તેમ રાયસિંગે જે કડક ફરમાન કહાડયું એની ગંધ કરમચંદ ગાઢ મિત્રો દ્વારા આવી. મુસદ્દી કરમચંદ એ જાણ્યા પછી બીકાનેરમાં પાણી પીવા પણ થેભ્યો નહીં. ટૂંક સમયમાં એ પિતાના કુટુંબ સહિત, જે કંઈ લઈ શકાય તેવું હતું તે લઈ છુપી રીતે દિલ્હી તરફ સિધાવી ગયે. અકબર પાદશાહ બીજા રાજાઓની જેમ કાચા કાનને નહોતા. એને માણસની પિછાન હતી. મંત્રીશ્વરની વાત સાંભળ્યા પછી તરત જ એને લાગ્યું કે આવા દક્ષ અને અનુભવી માણસને હાથમાંથી જવા ન દેવો. એ જ્યારે ચાલી-ચલાવીને પોતામાં વિશ્વાસ રાખી આવ્યું છે