________________
ગૌરવગાથા
[ ૯૯ ] સ્થાપન કરેલ બીકાનેર શહેર ઉપર ઢળે. રાજધાનીના આ શહેરમાં બછરાજે પણ પોતાના કુટુંબ સહિત ધામા નાખ્યા. પિતાના માલિકનું અનુકરણ કરી એણે પણ બછાસર નામનું એક ગામ વસાવ્યું. પ્રેમ અને ભક્તિથી જેનું હૃદય સદા નિતરતું હતું એવા તે સરદારે જેનધર્મની કીતિ વધારે તેવાં કામ કર્યા અને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી માનભરી રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. એ પ્રખ્યાત પુરુષની વંશાવલી આ પ્રમાણે છે.
જેસલજી
મછરાજ
કરમસિંગ
વરસિંગ
વરસિંગ
નારસિંગ
નારસિંગ
મેઘરાજ નાગરાજ અમર ભેજ હું ગર હર
સંગ્રામ
કરમચંદ
ભાગચંદ
લક્ષ્મીચંદ સમયના વહેવા સાથે બછાવત વંશીઓએ લાગવગ, સંગીનતા અને સત્તામાં વધારો કરવા માંડ્યો. બીકાથી જે રાજકર્તાએની પરંપરા ઊતરી આવી એના તેઓ મિત્રો અને સલાહકાર બની રહ્યા. રાયસિંગના રાજ્યકાળે પતનને ઢેલ વાગ્યે ત્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહી. દીવાન તરીકેની પદવી વંશઉતાર