________________
[ ૯૮]
ઐતિહાસિક પૂર્વજોની આ બહાદૂરીનાં અનેક પ્રસંગે જતાં કરી, કઈ રડ્યાખડ્યો પ્રસંગ ખૂણે-ખાંચરેથી શોધી લાવી પુનઃ પુન: એના પર રંગના છાંટણાં છાંટ્યા કરવા અને સત્યને અપલાપ કરવો એ સમજીનું કર્તવ્ય ન જ ગણાય. એ જાતનું કાર્ય કેટલું ખાટું અને નિંદ્ય છે એ વાત બચ્છાવત વંશનો અહેવાલ સ્વયંસેવ ઉચ્ચારે છે.
બછાવતવંશની મહત્તા જે મૂળપુરુષને આભારી છે તેમનું નામ બરછરાજ. મારવાડની બેથરા જાતિનું લેહી એની નસમાં વહેતું હતું કે જે જાતિ જાલેરના રાજા સામખ્તસિંગ ચેહાણના વંશમાંથી ઉતરી આવેલી હતી. મન્ડોરના રાવ રીધમલની નેકરી સ્વીકારી એણે રાજકારણમાં પ્રવેશ કરવાના શ્રીગણેશ કર્યા. પોતાની ચતુરાઈથી અને ભાગ્યદેવીની અનુકૂળતાથી જોતજોતામાં તે દીવાનના અધિકારે પહોંચી ગયે. જ્યારે રીધમલનું તેના એક સગાદ્વારા ખૂન થયું ત્યારે એની ગાદી કોને આપવી એ સત્તા બચ્છરાજના હાથમાં હતી અને તેણે તરતજ રીધમલના વડિલ પુત્ર “ધ અને મન્ડોર બોલાવી રાજા તરીકે જાહેર કર્યો. થોડો સમય જતાં “ધ”ના પુત્ર “બીકા ને પોતાની શકિતના બળે નવું રાજ્ય સ્થાપવાને કેડ થયો અને તે મન્ડરની ઉત્તર બાજુએ નિકળી પડ્યો. બછરાજે એની ઉક્ત અભિલાષામાં સાથ પૂ. આ જાતના સાહસમાં બીકાની શૂરવીરતાનાં જેમ દર્શન થાય છે તેમ બછરાજની દીર્ઘદશિતાનાં પણ દર્શન થાય છે. આ પગલાથી જ બીછાવતવંશની ઉન્નતિ અને પ્રખ્યાતિનો આરંભ થયે. બીકાના નસીબે યારી આપી. જહુના સાંકલાસને હરાવી આરંભમાં જ કેટલાક મુલક એણે મેળવ્યું અને એની પશ્ચિમ દિશામાં કૂચ ચાલુ રાખી. ભટ્ટીઓ પાસેથી ભાગર (Bhagore ) જીતી લીધું. પોતાનું બાપીકું સ્થાન મઑાર છોડ્યા પછી લગભગ ત્રીશ વર્ષના પરિશ્રમે સન ૧૮૮૮માં એણે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મુખ્ય શહેર તરીકેને કળશ પોતાના નામ ઉપરથી