________________
ગૌરવગાથા
[ ૯૭ ] અમારા મિયાએ બછાવત વંશની ત્રણ સૈકા પૂર્વે થયેલી કીર્તિવંત ચડતી અને એ કરતાં વધુ કીર્તિભરી પડતીને જે ઇતિહાસ કહી સંભળાવ્યો તે એક કરુણ કથારૂપ હોવા છતાં આજે પણ એ માટે જેનધમી માતાની કૂખે જન્મેલ દરેક પુત્ર મગરૂર થઈ શકે.
બીકાનેર રાજ્યના ઇતિહાસમાં બછાવત કુટુંબે નાનોસૂનો ભાગ નથી ભજવ્યું, એ ઉપરની વાત પરથી સહેજ પુરવાર થાય છે. ધર્મ જૈન હોવા છતાં અને અહિંસાના અણમૂલા સિદ્ધાંતનું પાન ગળથુથીમાં કરવા છતાં, સમય પ્રાપ્ત થયે આ કુટુંબના નબીરાએ એ જે શૂરાતન ને ટેક દાખવ્યાં છે તે જૈન ધર્મનું ગૌરવ વધારે તેવાં તો છે જ, એ ઉપરાંત જેઓ વારંવાર અહિંસાધમ જેના શિરે નમાલાપણાને ટોપલે ઓઢાડવા સારુ કલમ ચલાવવાનો ધંધો લઈ બેઠા છે તેમને સચોટ લપડાક લગાવે તેવે પણ છે જ. એ સારાએ બનાવનું નિષ્પક્ષપણે અવલોકન કરવાથી સહજ જણાઈ આવે તેમ છે કે અહિંસા એક અદભૂત વસ્તુ છે અને એનું પાન કરનારા બાયલા કે નમાલા નથી બનતા, જેમ દયાનો ઉપદેશ આત્મિક શ્રેય અર્થે મહત્વનો છે તેમ સંસારમાં પણ એની અગત્ય ઓછી નથી જ. યથાર્થ પણે જેના હદયમાં એ પરિણમે છે એને શસ્ત્ર કે અસ્ત્રની જરૂર રહેતી જ નથી. એટલે અંશે જે આત્મા રંગાયેલા નથી હોતા, છતાં એના પાન સાથે સ્વમાન અને સ્વફરજના બધપાઠ કે ત્યાગ અને પરમાર્થનાં શિક્ષાપાઠ શ્રવણ કરવાનાં અને ઉચિતપણે પચાવવાના પ્રસંગે જેમને પ્રાપ્ત થયેલા હોય છે તેઓ કદાચ નિ:શસ્ત્રપણે ઊઘાડી છાતીએ લડતા ન જોઈ શકાય, પણ ઉક્ત ગુણેના સંરક્ષણ નિમિત્તે શસ્ત્ર પકડી ઝૂઝતા જેવાનાં દો તે સંખ્યાબંધ ટાંકી શકાય. બીકણ કે કાયર બની ભાગી જનારા કે ઘર પકડી બેસી રહેનારામાં એમનાં નામે હરગીજ નથી.