________________
ગૌરવગાથા
[ ૮૫ ] સં. ૧૮૬૫માં જોધપુરનરેશ માનસિંહજીએ દીવાન ઇદ્વરાજ સીંઘવીની સરદારી હેઠળ એંશી હજારની સેના મોકલી બીકાનેર પર ચઢાઈ કરી. આ સમાચાર મળતાં રાજવી સુરસિંહજીએ બની તેટલી સેના એકઠી કરી એને સામને કરવા દીવાન અમરચંદને મોકલ્યા. કાર્યકુશળ શાહે હોશિયારીથી કામ લીધું અને અસાધારણ વીરતા બતાવી શત્રુસેના સાથે મુકાબલો કરી, એને અસબાબ લુંટી લીધો અને બીકાનેરની દિશામાં પાછા ફરવાની આજ્ઞા પિતાના સૈન્યને કરી. સાધનસામગ્રી ગુમાવી બેઠેલી જોધપુરી સેના લગભગ બે મહિના પર્યત નાના નાના છમકલા કરતી ગજનેરમાં છાવણું નાંખી પડી રહી. દરમી આન સુરાણાજીએ તો નવી તાકાત જમાવી દીધી હતી. જ્યાં બે માસના અંતે કલ્યાણમલ લેઢા ચાર હજાર જોધપુરી સૈનિકે લઈને બીકાનેર તરફ આવી રહ્યાના સમાચાર મલ્યા કે તરત જ સુરાણા અમરચંદજી ગજનેરની દિશામાં આગળ વધ્યા. એ સાંભળતાં જ લોઢાના મેતી આ મરી ગયાં. એ પાછો ભાગવા માંડે અને શાહે પણ જલદી કૂચ કરી એને પીછો પકડયો. થોડા અંતરે ઉભયને ભેટે થયા. લેઢાને ફરજીયાત યુદ્ધમાં ઉતરવું પડયું. શુરાતન દાખવી સુરાણુજીએ એને પકડી લઈ બંદીવાન બનાવે અને બીકાનેરમાં ' લાવી મહારાજા સમક્ષ ખડે કર્યો.
સૂરતસિંહજીના રાજ્યકાળમાં (સં. ૧૮૬૬૭૦) બાગી ઠાકુરો બહુ માથાભારે બન્યા હતા. વાત વાતમાં ટંટા ઊભા કરતા અને પ્રજાને હેરાનગતિ પહોંચાડતાં. એ સર્વને ઠેકાણે આણવાનું કપરું કામ અમરચંદજીના શિરે આવ્યું. અહીં પણ એમને જ વિજય મળે. એ જ રીતે વિદ્રોહી સાંડવેના ઠાકોર જેતસિંહને પણ રાજ્યના કાબૂ હેઠળ આણ્યો.
ઉપર વર્ણવ્યા તેવા વિદ્રોહના સંખ્યાબંધ બનાવમાં અમર.