________________
[ ૮૬ ]
ઐતિહાસિક પૂર્વજોની ચંદજીએ શૂરવીરતા બતાવી બીકાનેર સંસ્થાનની પ્રતિષ્ઠાને જરાપણુ ઊણપ આવવા દીધી નથી. એમાં શેખાવટી, સીધમુખ અને ગુરુના ઠાકર શિવસિંહવાળા બનાવે ખાસ અગ્રપદે આવે છે. એ વેળા રાજ્યની વફાદારીના આવેગમાં સુરાણાજી વધુ પડતા ઘાતકી બની જાય છે. ગુરૂના વિજય પછી મહારાજા સુરતસિંહજી દીવાનને “રાવ ને ખિતાબ અને સ્વારી માટે હાથી આપે છે. આ રીતે અમરચંદજીને કીતિ–સિતારો મધ્યાહુને પહોંચે છે. એ સાથે જ અસ્તના ચેઘડીઆ વાગે છે.
પ્રતિભા-માન-મરતબો વધતાં જ એ સામે એકાદ વિરોધી વર્ગ પેદા થાય છે. એમાં રાજ્યકારભારની આંટીઘૂંટીમાં આ જાતના વર્ગની–એના દ્વારા પથરાતી પ્રપંચજાળની કંઈ જ નવિનતા નથી. એ અંગે સંખ્યાબંધ ઉદાહરણે ઇતિહાસના પાના ફેરવતાં હાથ ચઢી જાય છે. વળી પરાક્રમથી નવાજી જનારા ઘણાખરા રાજવીઓ કાચા કાનના જ હોય છે એટલે જે નીતિકારોએ કહ્યું છે કે-“ રાજા કેઈના મિત્ર ન હોય એ સાચું જ છે. બીકાનેરના કેટલાક કર્મચારીની બનાવટનો ભંગ સુરતસિંહજી થયા.
ચેન પડિહાર, રામકર્ણ અને આસકર્ણરૂપ ત્રિપુટીએ અમરચંદજીને ઉતારી પાડવા એક બનાવટી ખત તૈયાર કર્યું. એમાં લખવામાં આવ્યું હતું કે-નવાબ મીરખાંની સાથે અમર ચંદજી મળી જઈ બીકાનેરની ગાદી પરથી મહારાજને ઉખેડી નાંખવાના કાવત્રામાં સામેલ છે. આ ઉપજાવી કાઢેલ ખત સુરતસિંહજીને બતાવવામાં આવ્યું અને વિશેષમાં ગોઠવી રાખેલા સાક્ષીઓ દ્વારા એની સત્યતા પુરવાર કરી આપવામાં આવી. પિતાની સામે આ પ્રકારનું પયંત્ર રચાય અને એમાં દીવાન અમરચંદ આગેવાન બને એ વિચારે રાજવી ભાન ગુમાવી બેઠે. એકદમ રાવ અમરચંદને પકડી આણવાને હૂકમ છેડો.