________________
[ ૮૪ ]
ઐતિહાસિક પૂર્વજોની તેમનામાં રહેલી વીરતા અને ઉદારતાના દર્શન આસપાસના માણસને થવા માંડયા હતાં. માત્ર અગીઆરની વયે પહોંચ્યા હશે ત્યાં તો તલવાર અને કટાર ચલાવવામાં હશિયાર ગણુતા વર્ગમાં તેમને નંબર લાગ્યો હતો.
વિ. સં. ૧૮૬૦માં બીકાનેરથી જે સેના ગુરૂ મોકલવામાં આવી અને વિજય પ્રાપ્ત કરી ચુરૂના માલિક પાસેથી એકવીશ હજાર રૂપીઆને દંડ વસુલ કર્યો એમાં શાહ મુલતાનમલ ખજાનચી અને જાલમસિંહ પડિહાર જોડે અમરચંદજી સુરાણ પણ મુખ્ય હતા. એ વેળા દાખવેલી હિંમત અને વાપરેલી દક્ષતા ધ્યાનમાં લઈ સં. ૧૮૬૧માં મહારાજ સુરસિંહજીએ ભટનેરના કિલેદાર જાપ્તારખાં ભટ્ટોને દબાવી શરણે લાવવા સારુ ચાર હજારની રાઠેડ સેના સહિત અમરચંદજીને મોકલ્યા. તારા કી તમાં ચંદ છપે નહી” એ કવિત અનુસાર ભટનેરના કિલા નજિક પહોંચતાં જ સુરાણાજીએ કિલ્લાની આસપાસ સખત ઘેરો નાંખે, અને પાણી પૂરું પાડનાર મુખ્ય સાધન સમા અનુપ સાગર પર કબજો કરી, સખત ચેકીપહેરો મૂકી દીધો.
જાન્તારખાંએ શાહના ઘેરા સામે શરૂઆતમાં તે જોરથી ટકાવ કર્યો પણ જેમ જેમ દિવસ વધતાં ગયાં તેમ તેમ કિલ્લામાંની પ્રજાને ખાધાખોરાકી અને પાણીની વિપદ પડવા માંડી, મૂંઝવણ વધી પડી. ભૂખમરાથી મરણ પ્રમાણ વધી પડયું, પાંચમે મહિને થાકીને ખાને સુલેહને વાવટો ફરકાવ્યો અને શરત મુજબ કિલે સેંપી દઈ ખાન પોતાના સાથીયે સહિત પંજાબ તરફ ચાલ્યા ગયે. એ દિવસ વૈશાખ વદ ૪ ને મંગળવાર હોવાથી સં. ૧૮૬૨માં કિકલાનું નામ હનુમાનગઢ રાખવામાં આવ્યું. શાહે જે કુનેહથી કામ લીધું હતું તેના સન્માન અર્થે રાજવી તરફથી અમરચંદજીને દીવાન પદ પ્રાપ્ત થયું અને પાલખીનું બેસણું મળ્યું.