________________
ગૌરવગાથા
[૯૩ ] અને વાળ કાળા ગુચ્છાવાળા હતા. તેમના મુખમંડળ પર મોટી મૂછ ભી રહેતી. પ્રકૃતિદેવીની પ્રસન્નતા તેમના પર સંપૂર્ણપણે હતી. માત્ર રાજમંત્રીનું હૃદય જીતી લીધું એટલું જ નહીં પણ પ્રજાના હદય પણ પોતાની આવડતના જેરે તેમણે જીતી લીધાં હતાં. આમજન સમૂહના રોજબરોજ ઊભા થતાં સંખ્યાબંધ કેયડા ઉકેલવામાં તેમની સલાહ અગ્રભાગ ભજવતી. જૈન ધર્માવલંબી હોઈ અહર્નિશ સુંદર વસ્ત્રોમાં સજજ થઈ, માર્ગે દાન દેતાં તે પ્રભુપૂજન અર્થે મંદિરે જતાં. આમ છતાં તેમનું માનસ સંકુચિત નહતું. બીજા ધર્મો પર સમભાવ ધરતા. જાતે એસવાળ હોવા છતાં ન તો કોઈ જાતનું અભિમાન દાખવતાં કે ન તો અન્ય જાતને ઉતરતી ગણતા. ટૂંકમાં કહીયે તે સદગૃહસ્થને છાજે તેવું પવિત્ર જીવન જીવતા હતા.
રાજસ્થાનમાં સવાલોની સંખ્યા પ્રાય: લાખ ઉપરની હશે અને તે સર્વ એક કાળે અગ્નિકુલના રાજપૂતો હતા એવા ઐતિહાસિક પુરાવા પ્રાપ્ત થાય છે. આમ રાજપૂત વંશના વારસદાર છતાં મહેતામાં તામસી વૃત્તિનું નામનિશાન પણ હતું નહીં. આ અગ્નિકુલના રાજપૂતોએ વર્ષો પૂર્વે સંતની વાણું શ્રવણ કરી હિંદુધર્મ (વેદધર્મ) છોડી જેનધર્મ સ્વીકાર્યો હતાં. સૌ પ્રથમ તે સર્વેએ મારવાડની અંતર્ગત આવેલ ઓસિયા નામના સ્થાનમાં વાસ કર્યો હતો. આ સ્થાનના નામથી તેઓ ઓસવાલ તરીકે ઓળખાયા.
પ્રાચીન શિલાલેખોથી અને ઉપલબ્ધ સામગ્રીથી એમ પુરવાર થયું છે કે અગ્નિકુળના પરમાર અને સોલંકી રાજપૂતોએ સૌથી પ્રથમ જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.
આસિયા નગરીની સ્થાપના સંબંધમાં કોંધ મળે છે કેભિન્નમાલના શ્રીકુમાર રાજાના ઊહડ અને ઉદ્ધરણ નામના બે