________________
-
K
૧૯. રામસિંહ મહેતા.
ગૂજરાતમાં જેમ ચાવડા વંશની સ્થાપનાથી, વંશઉતાર જેનધમી મંત્રીઓ ચાલ્યા આવ્યા છે અને એ ક્રમ સોલંકીવંશમાં ચાલુ રહ્યો છે તેમ મેવાડમાં પણ જૈનધમી ગૃહસ્થાએ રાજકારણમાં છૂટથી ભાગ લીધો છે એટલું જ નહીં પણ પૂર્વે જોયું તેમ આશાશાહ અને ભામાશાહ જેવા મહાશયેએ મેવાડના ગૌરવને ટકાવી રાખવા સારુ પિતાના જીવન અને વારસાગત સંપત્તિને પણ હોડમાં મૂકવામાં પાછી પાની નથી કરી. મંત્રી દયાલશાહને વૃત્તાન્ત તે હરકોઈના રૂંવાડા ખડા કરે તે હાઈ, એ ઉપર ઈતિહાસવેત્તાઓની “મહેરછાપ લાગેલી છે. અહીં આજે એવા જ એક પરાક્રમી ગૃહસ્થને સંભારવાના છે.
એમનું નામ રામસિંહ મહેતા. મેવાડના રાજમંત્રીના જમણા હાથ તરીકેની ખ્યાતિને વર્યા હતા. આ વણિક ગૃહસ્થ અત્યંત વ્યવહારકુશળ હતા. મંત્રીશ્વર ભાગ્યે જ તેમની સાથે મસલત કર્યા વિના કોઈ કાર્ય કરતા. રામસિંહ મહેતાએ મેવાડની સીમા બહાર પગ મૂક્યો નથી, છતાં તેમનું અનુભવજ્ઞાન ઓછું નહોતું. તેમના સરખા મિતભાષી અને ભદ્ર પ્રકૃતિના પુરુષ આખાયે દેશમાં તે કાળે બીજા કોઈ નહોતા. તેમનું શરીર દીર્ઘ, અંગ પ્રત્યંગ સુગઠિત અને મનોહર, તથા વર્ણ ગૌર