________________
[ ૭૪ ]
ઐતિહાસિક પૂર્વજોની
ભાઇએ મંત્રી હતા. ઉદ્ધરણ પાસે વિપુળ ધન હાવાથી ત્યાંના નિયમ મુજબ, કરોડપતિ કિલ્લામાં વસતા હતા તે પદ્ધતિ પ્રમાણે, તે કિલ્લામાં વસતા હતા, જ્યારે માટા ભાઇ ઊડ પાસે લાખ સાનામહારા કમી હાવાથી એને કિલ્લા બહાર રહેવું પડતું. એક વાર મેાટા ભાઇએ નાના ભાઇ પાસે લાખ સેાનામહેારની માંગણી કરી, પેાતાના વસવાટ કિલ્લામાં કરવા સારુ યત્ન સેવ્યેા. એ વેળા નાના ભાઇ એ માંગ પૂરી કરવાને બદલે ઉદ્ધતાઇથી વત્સેર્યાં. આ અપમાન ન સહી શકવાથી ઉડ્ડડ ત્યાંથી નીકળી ચાલ્યે અને પેાતાના બાહુમળથી નવું નગર વસાવવાની પ્રતિજ્ઞા કરી. થાડા વર્ષમાં જ પોતાની કુશળતાથી દિલ્હીપતિને પ્રસન્ન કરી, ઉવએસા ગામ મેળવ્યું. આ સ્થાનની ઉત્તરાત્તર વૃદ્ધિ થતી જોઇ, ભિન્નમાળથી અઢાર હજાર કુટુ ત્યાં આવી વસ્યા. નાનકડું ગામ વિશાલ નગરીના રૂપમાં ફેરવાઇ ગયુ. ઉવકેશા નગરી તરીકે એની ખ્યાતિ વિસ્તાર પામી.
એક સમય પુરુષાદાની પાર્શ્વનાથ પ્રભુની પાટપરંપરામાં ઉતરી આવેલ શ્રી રત્નપ્રભસૂરિ પરિવાર સહિત ત્યાં પધાર્યા. ગોચરી અર્થે નગરમાં ફરતાં સાધુઓને ઉચિત આહાર મળ્યે નહીં. સૂરિજી આ ક્ષેત્રને અનુકૂળ ન ધારી વિહાર કરવાના વિચારમાં હતા ત્યાં શાસનદેવીની પ્રેરણા પ્રાપ્ત થઇ, ચાતુર્માસ કરવાથી લાભ થવાની આશા બતાવાઇ, પ્રારંભમાં આ તપસ્વીઆને આકરી કસેાટીમાંથી પસાર થવુ પડયુ. લગભગ મહિનાના ઉપવાસ થયા. પછી જ ઉચિત ગોચરી મળવા લાગી. એકદા ઉડ્ડડના કુંવરને અચાનક સર્પ ડંશ થયે અને એ વાત આચાયશ્રીના કાને આવતાં, સૌ જેને મરી ગયેલ માનતા હતા એ કુવરને, સૂરિએ મંત્રિત જળથી ઝેર ઉતારી જીવિતદાન આપ્યું.
આ મનાવથી જૈનધમ ની યશગાથા અને સૂરિજીની પ્રભાવિકતા સત્ર ગવાવા લાગી. ઉહુડના અંતરમાં ભક્તિના ઉભરી આવ્યે.