________________
[ ૮૮ ]
ઐતિહાસિક જેની _રાવ અમરચંદજીનું આખું જીવન રાજ્યની સેવા અને સમરભૂમિ પર શસ્ત્રોના ખેલ ખેલવામાં વ્યતીત થયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તે એક દૂરદર્શી અમાત્ય અને વીદ્ધા હતા. તેમને ત્રણ પુત્રો હતા. માણિકચંદ, લાલચંદ અને કેશરીચંદ. તેઓ સર્વ પોતાના બાપની માફક રાજ સેવામાં અને રણભૂમિ પર પરાક્રમ દાખવવામાં જાણીતા થયેલા છે. અમરચંદજી ખરતર ગચ્છના અનુયાયી હતા. દાદાજી શ્રી જિનકુશલ સૂરિના ભકત હતા. ધાર્મિક કાર્યોમાં ધન વ્યય કરવામાં તેઓ પાછા નથી પડયા. દીનહીન જનની સેવા પાછળ લક્ષમી ખરચવાનું તેમનું ખાસ લક્ષ્ય હતું. દાદાજીની છત્રી તેમજ કુલસાગર નામને કૂ રતનગઢમાં આજે પણ તેમની યાદ આપે છે
(૨) માણિકચંદજી સુરાણ બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા” એ કહેવત મુજબ રાવ શાહ અમરચંદજીના આ મોટા પુત્રે પણ વીરતા અને ધીરતામાં, ધર્મપ્રેમમાં અને રાજ્યસેવામાં કચાશ નથી દાખવી.
ગુરુના ઠાકર પૃથ્વીસિંહે જ્યારે રતનગઢનો કબજો લીધો હતા ત્યારે બીકાનેરનરેશ સૂરતસિંહજીએ હુકમચંદજીની સાથે કથાનાયક માણિકચંદને મેકલેલા. એ વેળા બાહુબળને સુપ્રમાણમાં પરિચય કરાવવાની તેમને તક મળી. એ પરાક્રમના સન્માનમાં ગામ કાણની જાગીર મહારાજે તેમને આપી.
વિક્રમ સંવત ૧૮૭૪ થી સં. ૧૮૮૭ સુધીના સમયમાં સુરાણું માણિકચંદજી સેનાનાયકના પદથી વિભૂષિત રહ્યા. એ વેળા એમણે જે કાર્યદક્ષતા દાખવી, જે બુદ્ધિમત્તાનો પ્રભાવ બતાવ્યા એ સંબંધે જૂદા જૂદા પ્રસંગે ખાસ રૂક્કા બિકાનેર