________________
ગૌરવગાથા
[૧] નગરમાં જે રમણીય પ્રાસાદે આજે શેભી રહૃાાં છે એ કથાનાયકની યશગાથા મૂકપણે ગાઈ રહ્યા છે.
જાલૌરમાં મહારાજા કુમારપાળે બંધાવેલ મંદિર છદશામાં આવી ગયું હતું. એ સ્થાન પર જીર્ણોદ્ધાર કરી જયમલજીએ નવું મંદિર બંધાવ્યું અને સં. ૧૬૮૧ ના પ્રથમ ચત્ર વદ પાંચમના દિને ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીની મનહર મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એ સિવાય કિલ્લામાં બીજા બે દેવાલ છે. એ ત્રણે પ્રાસાદ મંત્રીશ્વરની યશપતાકા દૂર દૂર સુધી ફેલાવી રહ્યા છે. એ સર્વમાં જે લેખો આજે દષ્ટિગોચર થાય છે એ ઉપરથી ઈતિહાસના આંકડા સહજ સાંધી શકાય છે. પ્રતિષ્ઠાવિધિ શ્રી વિજયદેવસૂરિના સમયમાં થઈ હતી. એ ઉપરાંત જાલેર શહેરમાં તપાપાડા મહોલ્લામાં એક દેવાલય તેમજ ઉપાશ્રય મેજુદ છે, તે પણ ઉક્ત મંત્રીશ્વરે કરાવેલ છે એમ જનવાયકા છે.
મારવાડના પ્રસિદ્ધ એતિહાસિક નગર સચરમાં વિ. સંવત ૧૬૮૧ માં જૈન મંદિર બનાવરાવ્યું. જોધપુરમાં સં. ૧૬૮૬ માં ચૌમુખજીનું દહેરૂં બંધાવ્યું. એ જ રીતે સં. ૧૬૮૩ માં શ્રી શત્રુંજયગિરિરાજ પર અને નાડેલમાં પણ દેવસ્થાને બંધાવ્યા તેમજ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
નાડેલ એ તે મારવાડનું પ્રસિદ્ધ નગર છે. અહીં શ્રી પદ્મપ્રભુનું પ્રસિદ્ધ દેવાલય છે. મૂળનાયક શ્રી પદ્મપ્રભુની પ્રતિમા મંત્રીશ્વરે બનાવરાવી, પ્રતિષ્ઠા જાલૌરમાં કરાવી અને ત્યાંથી લાવી નાડેલના રાયવિહાર મંદિરમાં સ્થાપના કરી આ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મૂળનાયકની બાજુમાં શ્રી શાંતિનાથનું