________________
:
જs
,
S]
دست بسم
૧૭. મંત્રીશ્વર જયમલજી.
જનની જણ કાં ભક્ત જન, કાં દાતા કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ ર.
ઉપરના દુહામાં કહેવામાં આવેલી વાત રાજસ્થાનના ઈતિહાસમાં ડગલે પગલે દષ્ટિગોચર થાય છે. ખરેખર એ સાચું જ છે કે અનેક આત્માઓ જમે છે તેમ મરે પણ છે; પણું જીવન તો એના સાર્થક છે કે જેઓએ પોતાના દેશ-જાતિ કિંવા ધર્મ અંગે જિંદગીને હોડમાં મૂકી દીધી છે.
જોધપુરમાં મહારાજા ગજસિંહના રાજ્યકાળે, દેશના કારભારમાં જે ઓસવાળ જેને જોડાયેલા હતા એમાં પાકા અને અનુભવી મુત્સદી તરીકે મંત્રીશ્વર જયમલજીનું આસન આગળ પડતું હતું. મારવાડ રાજયના ઇતિહાસમાં તેઓશ્રીની વિવિધ પ્રકારી સેવાઓની નેંધ જળવાઈ રહેલી જવાય છે.
ઓસવાળ જ્ઞાતિમાં મુંહણોત એ જાણતું ગોત્ર છે. જોધપુરના રાવ રાઠેડ સીહાથી એ પરંપરા શરૂ થયેલ ગણાય છે. સીહાના પુત્ર આસથાન, એની પછી ધુહડ, અને ધૂહડને પુત્ર રાયપાલ થયા. રાયપાલને તેર પુત્રો હતા. એમાં બીજા પુત્ર મેહનસિંહના નામથી મુંહત ગોત્રની ઉત્પત્તિ થઈ.