Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ ગૌરવગાથા [ ૭૭ ] પણ પાટણમાં હાનિકારક હાર થવાથી મારવાડી સરદાર વિજયસિંગે ધનરાજ પર મરાઠા સરદારને શરણે જવાના હુકમ પાઠવ્યેા અને અજમેર સોંપી જોધપુર ચાલ્યા આવવાની સૂચના કરી. ધનરાજ જેવા નામી અને તેજવંત લડવૈયા માટે આ જાતના હુકમ વધુ પડતા હતા. પ્રતિષ્ઠાભગ થાય એવી રીતે શરણે થવાની એની પ્રકૃતિ હતી જ નહીં તેમ પેાતાના ઉપરી હાકેમના ક્રૂરમાન પ્રત્યે બેદરકારી દાખવવામાં ચાખા શિસ્તભ ગ છે એમ એ સમજતા હતા. એની આબરૂ એક નિમકહલાલ ચેઢા તરીકેની હતી. એને કાલીમા લાગે તેવું કંઈ કરવા એ તૈયાર નહાતે. વિજયસિંગના ક્રમાનથી એની દશા સૂડી વચ્ચે સેાપારી જેવી થઇ પડી ! એમાંથી પાર ઉતરવા સારુ એણે સર્વાંગે જીવનની આહૂતિ દઇ દેવાના માર્ગ નક્કી કર્યાં. પેાતાના સૈનિકાને કિલ્લામાં એકઠા કર્યાં. એ મધાની વચમાં ઊભા રહી એ ખુલંદ અવાજે મેલ્યે!— 'Go and tell the prince, thus only I could testify my obedience; and over my dead body alone could a Maratha enter Ajmer. ' મારા શૂરા ને વહાલા સૈનિકે જઈને આપણા રાજ વરને કહેજો કે આપના ફરમાનનુ પાલન મેં મારા જીવનને યમરાજની વેદી પર હામી દઈ કર્યુ છે. મારા મૃત કલેવર પર પગ દઈ ભલે મરાઠા નાયક અજમેરમાં પ્રવેશ કરે. આ જુસ્સાદાર શબ્દો મેલી એણે તરત જ પોતાના હાથ પરની હીરાની વીંટી ચસી લીધી અને મૃત્યુના મહેમાન અન્યા. જૈનધર્મ આત્માની અમરતા માને છે અને એના સાહિત્યમાં ગુણાનું બહુમાન–ગુણી પુરુષાની પૂજા એ તેા ડગલે પગલે ષ્ટિગેાચર થાય છે. એ ઉમદા વચનેનું પાન કરનાર ધનરાજે સાચે જ પેાતાનું જીવતર ધન્ય બનાવ્યું.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154