________________
ગૌરવગાથા
[૫૩] સાથે એ સંબંધમાં વિચારણા કર્યા પછી શત્રુંજયને સંઘ લઈ જવાનું ચક્કસ થયું. છ “રી” પાળતા આ સંઘમાં રાજવી સાથે મિત્રો અને સ્વજને, મંત્રીઓ અને વેપારીઓ, સાધુ અને સાધ્વીઓ સારી સંખ્યામાં જોડાયા હતા. અત્રે મહારાજા કુમારપાળનું આખું ચરિત્ર આલેખવાને ઉદ્દેશ ન હોવાથી તેમજ એ વસ્તુના જિજ્ઞાસુઓ માટે સંખ્યાબંધ ચરિત્ર, પ્રબંધો અને રાસાઓ મેજુદ હોવાથી એટલું કહેવું કાફી છે કે કાઠીયાવાડમાં આવેલ બે મહાન તીર્થો શ્રી શત્રુંજય અને રૈવતાચળ રમણીય પ્રાસાદોથી અલંકૃત છે અને એમાં મહારાજા કુમારપાળના દેવાલ તરીકે ખ્યાતિ ધરાવતા જે પ્રાસાદે આજે પણ ખડા છે એ સર્વ ઉક્ત સંઘ વેળા ખરચેલી પુષ્કળ લક્ષમીને આભારી છે. ભારતવર્ષના જુદા જુદા ભાગેમાં ઘણાખરા પ્રાચીન અને શિલપકળાના સુંદર નમૂનારૂપ જે રમણીય દેવપ્રાસાદે આજે દષ્ટિગોચર થાય છે એની બાંધણીમાં મુખ્ય ભાગ ભજવનાર તરીકે બે મહારાજાઓનાં નામ અગ્રપદે આવે છે. જ્યાં તે અશોકપૌત્ર સંપ્રતિ મહારાજ અને કયાં તે મહારાજા કુમારપાળ. એ ઉભય ઉપર વર્ણવેલાં દેવગૃહોના નિર્માતા ગણાય છે. મહારાજા કુમારપાળે ૧૪૪૦ નવીન જિનપ્રાસાદ બંધાવ્યા હતા અને ૧૬૦૦૦ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહીલપુરપાટણમાં શ્રી નેમિનાથ ભગવાનને મનહર પ્રાસાદ બંધાવ્યું અને પિતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એને “ત્રિભુવનવિહાર'નું નામ આપવામાં આવ્યું. આવી જ રીતે જુદાજુદા હેતુઓને આશ્રયી કરંબવિહાર, મૂષકવિહાર અને યૂકાવિહાર બંધાવ્યાની નેધ મળે છે.
કેટલાક લેખકે જેનધર્મ, જૈનધર્મના કાનને કે એનાં તત્વે પૂરા સમજ્યા વગર કે એ સંબંધમાં જાણકારને પૂછ્યા વિના કેવળ કર્ણોપકર્ણ સાંભળેલી વાતેથી કે ભારતવર્ષની સંસ્કૃતિથી