Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ ગૌરવગાથા [ ૬૩ ] કે ઉપરની સાલ સ્વીકારવામાં એક મુશીબત ઊભી થાય છે. એવી નેંધ મળે છે કે શ્રી યશોભદ્રસૂરિ વિક્રમ સં. ૧૦૩૯ માં કાળધર્મ પામ્યા, અને એમની પાટ પર ચહમાણ વંશમાં જે એક આભૂષણરૂપ ગણુતા તે શાલીસૂરિ આવ્યા. આમ જે સાલ કાળધર્મને અંગે સેળમી સદીના એક લેખક તરફથી આપવામાં આવી છે તે જોતાં દાદરાવનો જૈનધર્મપ્રવેશ શ્રી. યશોભદ્રસૂરિના હસ્તે અસંભવિત બને છે. આમ છતાં આ સંબંધમાં અન્ય કોઈ સબળ પુરાવો ન હોવાથી લોકવાયકાને કિંવા ભંડારી વર્ગની પરંપરામાં ઊતરી આવેલી વાતને ખોટી માનવાનું કારણ નથી. એ ઉલ્લેખને જે લેખ દ્વારા પુષ્ટિ મળે છે તેનો વિચાર કરીએ તો એ ઉપરથી એટલું તો સહેજ તારવી શકાય તેમ છે કે ચાહમાન વંશના રાજ્યકાળમાં ભંડારીઓ જ મોટા ભાગે આગળ પડતા દ્ધા જોગવતા હાઈ સર્વ વિષયમાં કર્તા-કરાવતા હતા અને કોઈ કઈ તો નાના વિભાગ યા પ્રદેશમાં જાગીર પણ ભોગવતા હતા. નાડલાઈનો લેખ માગશર સુદ ૫ વિક્રમ સં. ૧૧૮૯ને છે, જેમાં ભંડારી નાગ સીવાનું નામ એક બક્ષીસમાં સાક્ષી તરીકે મૂકયું છે. બીજે એક લેખ જે વિ. સં. ૧૨૪૧નો છે તેમાં યશવીર . ભંડારીને Palla ના માલિક તરીકે ઉલ્લેખ છે. (Palla=પાલા એ જોધપુરની પશ્ચિમે છ માઈલ પર આવેલ ગામ છે) જાલેરને એક લેખ કે જે વિ. સં. ૧૨૪૨ને છે એમાં પાસુના પુત્ર ભંડારી યશવીરે મહારાજ સમરસિંહદેવના આદેશથી જૈનમંદિરને, જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ છે. સં. ૧૩૫૨ની સાલનો મહારાજ સામંતસિંહદેવના રાજ્યકાળમાં એક લેખ દર્શાવે છે કે-ભંડારી મીગાલ( Migala)ને દસ્તાવેજ અને સંધિપત્ર આદિની દેખરેખ માટેના અધિકારી તરીકે નીમ્યા હતા. જોધ

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154