________________
[ ૬૬ ]
ઐતિહાસિક પૂર્વજોની રૂગનાથ-મહારાજા અજિતસિંહજીના (સન ૧૬૮૦–૧૭૨૫) રાજ્યકાળે એમને દીવાનપદ પ્રાપ્ત થયું હતું. એ જેમ અનુભવી વહીવટદાર હતો તેમ બહાદુર સૈનિક પણ હતો. કર્નલ વોટર કહે છે તેમ ભંડારી રૂગનાથે મહારાજ અજિતસિંહ જ્યારે દિલ્હીમાં રોકાયા હતા ત્યારે વર્ષો સુધી તેમની વતી રાજ્ય
વ્યવસ્થિત રીતે ચલાવ્યું હતું. આજે દિલીરે પાતશે, રાજા તે રૂગનાથ. એમ કહેવાય છે.
ભંડારી ખીમસી–રાયસિંહના આ પુત્રે અજિતસિંહના સમયમાં દીવાનપદ ભેગવ્યું હતું. વારંવાર પાદશાહ સાથે રાજકીય પ્રશ્નોના ઉકેલ સંબંધમાં એમને મોકલવામાં આવતા. વિ. સં. ૧૭૬૯ માં જ્યારે એમને મોકલવામાં આવેલ ત્યારે તે
ગુજરાતના સૂબા ” તરીકેની સનંદ મેળવી પાછા ફરેલ. તેમને થાણુસિંગ અને અમરસિંગ નામે બે પુત્રો હતા.
ભંડારી વિજય–સન ૧૭૧૫માં અજિતસિંહ સુડતાલીશમા સૂબા(Viceroy of Gujrat) તરીકે નિમાયા ત્યારે તેમણે પિતાના આવતાં સુધી પોતાની બદલીમાં વિજયરાજને મેકલેલા.
અનોપસિંગ–ઉપરની માફક એમને પણ અજિતસિંહે ગુજરાતમાં મોકલેલા. જો કે તેની કારકીદી અમદાવાદના આગેવાન વેપારી કપુરચંદ ભણશાલી જેવાના નથી કલંકિત બની છે.
સુરતરામ–મહારાજા અભયસિંગે મેડતાથી ભંડારી સુરતરામને ઠા. સુરજમલ અને રૂપનગરના શિવસિંગ સાથે અજમેર જીતવા મેકલ્યા હતા (સન ૧૭૪૩). તેઓએ ફોજદાર ખાનગ્રોટ વિનયસિંગને હરાવી અજમેર જીતી લીધું.
ગંગારામ–વિજયસિંગના રાજ્યકાળે (સન ૧૭૫૨-૯૨) એમની ચઢતી થઈ. રાજનીતિજ્ઞ તેમજ સુભટ તરીકે તેમની કીર્તિ વિસ્તરી. મરાઠા અને રાઠોડ વચ્ચે મેડતાનું જે યુદ્ધ થયું ( સન ૧૭૯૦ ) તેમાં તે હાજર હતા.