________________
પર તi , નર કી ને વરી
૧૩. મારવાડના ભંડારીમાંનાં કેટલાક
સંઘવીની માફક ભંડારીએ પણ તરવાર તેમજ કલમ વાપરવામાં પાવરધા હતા. તેઓએ કુશળ મુસદ્દીઓ કે પરાક્રમી સુભટે તરીકે જ માત્ર કીર્તિ સંપાદન નથી કરી. એ સિવાય તેઓએ ગ્રંથનિર્માતા તરીકે અને રમણીય પ્રાસાદ બંધાવનાર તરીકે પણ ચિરસ્થાયી કીતિ પ્રાપ્ત કરી છે. કાપરડા પાર્શ્વનાથનું મનહર દેવાલય ઊભું કરવાનો યશ ભંડારી કુટુંબના ભાગે જાય છે. એની રચના ઉપરથી તેઓમાં શિલ્પ અને કારીગરી માટે કે પ્રેમ હતો એ દષ્ટિગોચર થાય છે. નેમીચંદ્ર ભંડારીના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. તેમણે ગ્રંથરચયિતા તરીકે જે બુદ્ધિપ્રગ૯મતા દાખવી છે એ ન વિસરી શકાય તેવી છે. ઈતિહાસના પાના પર જે ભંડારી મહાશની કીતિકથા સુવર્ણાક્ષરે આલેખાઈ છે, એમાં નીચેના નામે સંબંધી ટૂંક નેંધ લઇ ભંડારી પ્રકરણ સમાસ કરીશું.
ભાણ-મારવાડમાં ગજસિંહ દેવના રાજ્યકાળે એ “જેત્રણમાં રહેતા હતા. પિતાનું નામ “અમર” હતું. વિ. સં. ૧૯૭૮ માં કાપરડામાં (મારવાડ) પાર્શ્વનાથનું રમણીય મંદિર એમણે બંધાવ્યું. એની પ્રતિષ્ઠા બહતુ ખરતરગચ્છના શ્રી જિનસિંહસૂરિના હસ્તે કરવામાં આવી. મુખ્ય બિંબ પર જે લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે “ભાણ” “રાય લાખણને વંશજ હતે.