________________
[ ૧૮ ]
ઐતિહાસિક પૂર્વજોની footing અર્થાત્ એ જબરો નાણાશાસ્ત્રી હતો. એને માટે કહેવાય છે કેઃ
બાકા ફાટ બેરીયાં પાકા જાસા હેાય,
સુત બહાદર રે સીરે, કીમ જેસા ને કેય. આ રીતે ભંડારીવર્ગ પણ ઐતિહાસિક મહત્વ દાખવે છે. રીતભાત અને રસમરિવાજમાં ઓસવાળ સમાજ સાથે એ મળતાપણું ધરાવે છે. એમની કુળદેવી આશાપુરીનું મંદિર નાડેલમાં છે જ્યાં વર્ષમાં બે વાર મેળા ભરાય છે. કહેવાય છે કે-લાખાને પ્રથમ કંઈ સંતાન ન હતું એટલે એણે દેવીને પ્રાર્થના કરી. દેવીએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે કે તને ચોવીસ સંતાન થશે. ભંડારીઓ ઘણુંખરૂં કાળા રંગની ગાય, કાળું બકરું કે કાળી ભેંશ નથી તે ખરીદતા કે નથી તો કઈ તરફથી ભેટ તરીકે અપાય તો પણ સ્વીકારતા.
ભંડારીઓ ઘણુંખરૂં વેપાર કરતાં રાજ્યની નોકરી વધુ પસંદ કરે છે. તેમનામાં પણ દીપાવટ, મેનાવટ, લુણાવટ, નવાવટ નામના ભેદ છે કે જેમાં પરસ્પર પરણવાનો રિવાજ નથી. ભંડારી નારીવર્ગમાં પડદાને રિવાજ સખ્તાઈથી પળાય છે અને અન્ય ઓસવાળ જ્ઞાતિની સ્ત્રીઓ માફક “બાર” નામનું મસ્તકનું આભૂષણ તે વર્ગમાં પહેરવામાં આવતું નથી.
આ સારાયે ઉલ્લેખમાંની વિવિધ વાતો જવા દઈ જે એક મુખ્ય વાત પ્રતિ લય આપીશું તે સહજ જણાશે કે એ સર્વ જેને ધર્મના અનુયાયીઓ હોવા છતાં પ્રસંગ પ્રાપ્ત થતાં પરાક્રમ દાખવવામાં પાછી પાની નથી કરતા. '
ઈતિહાસના અભ્યાસીને કે વધુ જિજ્ઞાસાધારકને નાડલાઈને વિક્રમ સંવત ૧૫૫૭ને તથા શ્રી કાપરડા તીર્થનો વિક્રમ સંવત ૧૬૭૮ને શિલાલેખ જોવાની વિનંતિ કરું છું.