________________
ગૌરવગાથા
[ ૭૩ ] કરી રાણા પ્રતાપ પોતાની અણનમ વલણું જાળવી રહ્યો હતો, પણ જ્યારે ખરચી જ ખટી, પિતાનું અને પોતાના અનુયાયી વર્ગનું પોષણ કરવાનું સાધન જ ખૂટી પડયું ત્યારે એ ટેકીલે રાજવી હતાશ થઈ ગયા. સમ્રાટ સામે ભીડેલી બાથ લટકતી રાખી, મેવાડની ભૂમિ તજી જવાના નિશ્ચય પર એ આવ્યો. સાથીદારોને છૂટા કરી દઈ, પોતાના કુટુંબ સાથે ગણત્રીના માણસોને લઈ સિંધ પ્રતિ પ્રયાણ કરવાનો દિવસ પણ એણે નિયત કર્યો.
આ વાતની જાણ જ્યારે ભામાશાને થઈ ત્યારે તે તરત જ દોડી આવ્યા અને અરવલીની પ્યારી પર્વતમાળાને આખરી પ્રણામ કરી રહેલા મહારાણાના ચરણમાં પોતાનો અઢળક ખજાને રજૂ કર્યો. એ ધનથી બાર વર્ષ સુધી પચીશ હજાર સૈનિકોને ગુજારો સુખેથી થઈ શકે તેમ હતું. વિનંતિ કરી કેએ સ્વીકારી આપ પુન: શત્રુને સામને કરો અને માતૃભૂમિને પાછી હાથ કરો. આ સંપત્તિ આવા સમયે કામ નહીં આવે તે પછી એનો અન્ય શો ઉપયોગ છે ? કૃપા કરી રાષ્ટ્રની આપત્તિ ટાળે. જે ધન રાષ્ટ્રના સંક્ટિ વેળા કામ ન આવે એ ધન નથી પણ પણ કાંકરા છે. દિવાનજીના હૃદયમાંથી નીકળેલા ઉદ્દગારોએ અને તેમના તરફથી મળેલી આવી અણુધારી સહાયથી રાણાજીમાં નવું જોમ આવ્યું, નવેસરથી લડાઈ આરંભાઈ અને એમણે ચિતોડ, અજમેર અને માંડલગઢ સિવાય સારોય મેવાડ પ્રાંત જીતી લીધું. આમ જેનધમી ભામાશાએ રાષ્ટ્રગૈરવ જાળવ્યું.
ભામાશાનું નામ આજે પણ મેવાડમાં ગૌરવપૂર્વક લેવાય છે. ચિતોડના કારીગરીવાળા મંદિરના ખંડિયેર આજે પણ એ
સ્મૃતિ તાજી કરાવે છે. આવા વીરલાઓએ રાષ્ટ્રચરણે પોતાનું સર્વસ્વ ધરી દઈ, પ્રજાધર્મ દાખવ્યો છે એટલું જ નહીં પણ સાથોસાથ જૈનધર્મને દીપાવ્યું છે.