________________
[ ૭૦ ].
ઐતિહાસિક પૂર્વજોની વિસ્તાર કરે જરૂરી નથી. આ લેખમાળાનો આશય એટલે જ છે કે “અહિંસા ઘરમો ધર્મ: ”થી જેનાં બીજારોપણ થાય છે એવા દયામય જૈન ધર્મને પાળનાર પણ સમય આવ્યે શરાતન દાખવવામાં રંચમાત્ર પીછેહઠ નથી કરતા. અલબત્ત, જેના ધર્મ “નિતાંત અહિંસા પાળવામાં જ આત્માન્નતિ સમાયેલી છે,' એમ કહે છે અને જીવનમાં દયા, કરુણ કિંવા સકળ સૃષ્ટિના કીડીથી માંડી કુંજર સુધીના પ્રાણુ વર્ગ પ્રત્યે અને રંગ કે જાતિનો ભેદ ગણ્યા સિવાય સર્વ માનવગણ સાથે-મૈત્રીભાવ કેળવવાની વાતને જ અગત્ય આપે છે. એ સિવાય ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી જ નથી એમ ડિડિમનાદે જાહેર પણ કરે છે; એથી વિપરીત વર્તનમાં અર્થાત્ સમરભૂમિ પર શત્રુન્યનું લોહી રેડવામાં ચોકખી ને ઊઘાડી હિંસા થાય છે અને એથી કર્મબંધ પડે છે કે જે જોગવ્યા વિના આત્માને ચાલી શકતું જ નથી એમ પણ માને છે. આમ છતાં જ્યાં સંસારસ્થ આત્માને રાજકીય કે કેટુંબિક ફરજ આવી પડે ત્યાં કાયરતાને ખંખેરી શૂરવીસ્તા દાખવવા માગે ગ્રહણ કરવાનું સૂચન કરે છે. નિબળ, ડરપોક કે હતાશ થઈ બેસી રહે એ નથી તે સાચે માનવ કે નથી તો સાચે જેન! કાયરને જેનધર્મ હેઈ જ ન શકે. જૈનસાહિત્યમાં તે બે અને સૂદ જેવું પદ વાપરવામાં આવ્યું છે તે અવશ્ય મનન કરવા જેવું છે. એટલે આજે જૈનેતર લેખકો કેટલીક વાર બેજવાબદારીથી ગુજરાતના પતન માટે અથવા તે ભારતવર્ષમાં પથરાયેલી નિર્બળતા માટે જૈન ધર્મની અહિંસાને જવાબદાર માની ત્યે છે એમાં કંઈ જ તથ્ય નથી. એ વાતના વિરોધમાં એક કરતાં વધુ ઉદાહરણો રજૂ કરી શકાય તેમ છે અને ભામાશાનું ઉદાહરણ એમાં વધુ એક ઉમેરે કરે છે.
અમાપ હાડમારી ભેગવી, ગિરિકંદરાનાં આકરાં કો સહન