________________
[ ૬૪ ]
એતિહાસિક પર્વની પુરમાં ભંડારી કુટુંબને વસવાટ રાવ જોધા (સં. ૧૪૨૭ થી ૮૯)ના રાજ્યકાળથી મળી આવે છે કે જેના સમયમાં ભંડારીએએ પ્રશંસાપાત્ર સેવા બજાવ્યાને ઉલેખ છે. પોતાના નાયક નારોજી અને સમજીના હાથ નીચે જોધા તરફથી તેઓ ઝીલવારા (Jhilwara ) આગળ મેવાડના સૈન્ય સામે લડયા હતા અને એને પરાજય પમાડ હતા. જ્યારથી તેઓ જોધપુરમાં આવી વસ્યા ત્યારથી તેમની રાજદરબારે લાગવગ વધતી ગઈ અને ધીમેધીમે સંસ્થાનમાં વિશ્વસનીય અને જવાબદારીની જગ્યાઓ ઉપર તેઓની નિમણક થવા માંડી. તેઓ હમેશા જોધા રાવને અને તેમના વંશજોને નિમકહલાલ રહેતા આવ્યા છે કે જેથી તેમની ગણના હજુ પણ સ્ટેટના કીર્તિમંત અને વફાદાર સેવકોમાં થાય છે.
શ્રીયુત્ ટાંક મહાશય લખે છે કે –
Like the Singhvis, the Bhandaris have hand. led the sword as well as the pen” અર્થાત સંઘવીની માફક ભંડારીઓએ જેમ તલવાર પકડી જાણે છે તેમ કલમ વાપરી જાણે. એટલે કે તેઓ કુશળ લડવૈયા હતા તેમ અનુભવી મુત્સદી અને ચુનંદા ગણત્રીબાજ પણ હતા.
مصرف رنک رفح رفح صفحامح وفرم، حرفح
છે
નાંદેલનું મહત્વ, છે આ સ્થાનમાંથી પ્રાપ્ત થતાં પ્રત્યેક પદાર્થ પરથી પ્રતીત થાય છે છે કે એક સમયે અહીંઆ જૈનધર્મનું ઘણું પ્રાબલ્ય હતું. તેમનું શિલ્પ કે કાર્ય પણ સર્જાશે ભિન્ન હતું. તેમના શિલ્પકાર્યના ચિન્હ અદ્યાપિ * દષ્ટિગોચર થાય છે. જેનોના ચોવીશ દેવમાંના અંતિમ દેવ મહાવીરનું 3 અતિ રમણીય શિલ્પકાર્ય તે આદર્શ છે. આ મંદિરના ગુંબજની 4 બાંધણુ પ્રાચદેશની અતિ પ્રાચીનકાળની બાંધણી સમાન છે.”
. .
ટોડ રાજસ્થાન