________________
[ ૬૨ ]
ઐતિહાસિક પૂર્વજોની
તરીકે અહ્વણુદેવને મૂકી શકાય કે જેણે ઇ. સન ૧૧૬૨ માં નાંડાલના જૈનમંદિરના નિભાવ અર્થે ઘણી ઉદાર સખાવત કરી હતી. એ ઉપરાંત મહિનામાં અમુક દ્વિવસેએ પ્રાણીવધ બિલકુલ કાઇપણ કરી શકે નહિ એવુ' ફરમાન બહાર પાડયું હતું.
જો કે લક્ષ્મણસિંહુ તરફથી દેવામાં આવેલ દાન આદિના લેખ હજુ સુધી હાથ નથી આવ્યે, છતાં નાંડાલની સુરજપાળ ઉપર જે લખાણ કેાતરાયેલ છે એ વિક્રમ સં. ૧૨૨૩ ની સાલનુ અને કેહુણરાજના સમયનું છે, જેમાં લાખણુના નામના ઉલ્લેખ છે. અને વિક્રમ સ. ૧૦૩૯ ની સાલ તેને માટે જણાવી છે. આ ઉપરથી લક્ષ્મણસિહુના રાજ્યકાળ નિીત કરવા મુશ્કેલ નથી. અહ્વણુદેવને મહત્ત્વ આપ્યું તેથી લક્ષ્મસિંહ ઉતરતા ખમીરના હતા એમ માનવાની જરૂર નથી. એ પણ પેાતાના પૂર્વજોની માફક પરાક્રમી અને બહાદુર હતા. એણે અનહુ લવાર સુધી પહાંચી જઇ ચેાથ ઉઘરાવી હતી અને ચિતાડગઢના રાજા પાસેથી ખંડણી લીધી હતી. આજે પણ નાંડાલમાં એક કિલ્લા મુસા†ીને બતાવવામાં આવે છે, કે જે લેાકવાયકા પ્રમાણે આ ખ્યાતિ પામેલા રાજવીની કૃતિ છે
ભંડારી વંશાવળી પ્રમાણે લાખાને ચાવીસ પુત્રા હતા, જેમાંનાં એકનું નામ દાદરાવ હતુ. નાડલાઇના લેખમાં જે દુદા તરીકે નાંધાયેલ છે અને ભ ડારી સમુદાય જેને પેાતાના મુખ્ય અગ્રણી તરીકે લખે છે. વિક્રમ સ. ૧૦૪૯ યાને સન ૯૯૨માં દાદરાવે સાંડેરક ગચ્છના શ્રી યશાભદ્રસૂરિના હાથે જૈનધમ સ્વીકાર્યા અને એશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યાં. અધિકારની ષ્ટિએ દાદરાવ ભાંડાગારિકના એદ્ધો ધરાવતા. જેના હાથમાં સારાયે ભંડારની ચાવી રહેતી એ અધિકારી ભાંડાગારિક કહેવાર્તા. આ પ્રમાણેના અધિકાર વંશપર પરામાં: ઉતરતાં એના વંશજો ભ’ડારી તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા.