________________
[ ૬૦ ]
ઐતિહાસિક પૂર્વજોની મારવાડના રાઠોડ મુખ્ય રાયપાલના વંશમાંથી આ મહોતો ઊતરી આવ્યા છે. લોકવાયકા પ્રમાણે રાજ્યપાલને તેર સંતાન હતા, જેમાં મોટો કનકપાલ વિક્રમ સં. ૧૩૦૧ માં ગાદીએ બેઠો. બાકીના બારમા એકનું નામ મેહનજી હતું જેના ઉપરથી એને વારસો મેહનત તરીકે ઓળખાયા.
મોહનજીને એક ભટ્ટી રાણી હોવા છતાં તેણે શ્રીમાલવંશની એક કન્યા સાથે લગ્ન કર્યા. એનાથી સપતસેન નામે એક પુત્ર થયા. ઉમર લાયક થતાં આ સપતસેન જૈનધર્મના ઉપદેશશ્રવણથી ચુસ્ત જેન બન્યું. અને એથી એને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યો. “મેહનતે ” તેથી સપત સેનને પોતાના આદિ પુરુષ તરીકે માને છે.
મારવાડના ઈતિહાસમાં “મેહનતે એ ગૌરવભેર ભાગ ભજવ્યો છે. તેમનામાંથી લડવૈયા જેમ પેદા થયા છે તેમ રાજકારભાર ચલાવવામાં દક્ષતાથી કામ લઈ શકે તેવા મુસદ્દીઓ પણ પ્રગટ્યા છે. એમાંનાં કેટલાકના નામ સાથે બહાદુરી ને શયતા દાખવવાના અનેરા પ્રસંગે જોડાયા છે. ઇતિહાસના ગષકને એ બધું હસ્તામલકવત્ છે.
વિક્રમ સં. ૧૯૩૫ માં, સાવરડા (Savarada) આગળની લડાઈમાં, મેગલ સાથે યુદ્ધ ખેલતાં “અચલજી” નું ખૂન થયું. “જયમલ' વડનગરના ગવર્નર કે સૂબા તરીકે વિક્રમ સં. ૧૬૭૧ માં અધિકાર ભોગવતો હતો અને મારવાડનો ઈતિહાસ રચનાર નેણસી એ સર્વ મેહનત વંશમાં જન્મેલા નામાંકિત પુરુષ છે. આ તે નામનિર્દેશ માત્ર છે. ઇતિહાસનાં અભ્યાસી માટે ઘણી સામગ્રી અણશોધાયેલી પડી છે. આ ઉલ્લેખન આશય ઉપરકહ્યું તેમ જેને પર કાયરતાની છાપ મારનાર લેખકોની આંખ ઊઘાડવાને છે.