________________
[૫૪]
ઐતિહાસિક પૂર્વજોની અજાણ્યા એવા કેટલાક આંગ્લ લેખકના સંગ્રહિત કરેલા ઉતારાએ ઉપરથી જરા પણ બુદ્ધિ વાપર્યા સિવાય, મનમાન્યું ચિત્રણ કરવા મંડી જાય છે અને એ રીતે ઈતિહાસને હાનિ પહોંચાડે છે એટલું જ નહીં પણ જનતામાં ખેટે ભ્રમ પેદા કરે છે. ઐતિહાસિક બાબતમાં આ જાતની ઉતાવળ કરવી કે મનમાન્યા અનુમાને દોરી આગળ વધવું એ બીલકુલ વ્યાજબી નથી. એવા આચરણથી તે ઊગતી પ્રજાના માનસ પેટે માર્ગે વળે છે અને જે ઈતિહાસ એમાં સાહસિકતા અને શાર્યતાના પ્રાણ વાયુ પૂરનાર તરીકે હાયભૂત બનનાર હોય છે તે કેવળ શંકાના વમળો અને વિસંવાદ પ્રગટાવે છે. યૂકાવિહાર પાછળની જનવાયકા જોઈએ છે ત્યારે વાત તદ્દન નાની જણાય છે. મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં નાના કે મોટા કેઈપણ જીવને ઘાત ન થાય એ પ્રબંધ કરી અહિંસાનો વિજયધ્વજ ફરકાવ્યું હતું. વાતાવરણ એટલી હદે અહિંસામય બનાવ્યું હતું કે કઈ વ્યક્તિ જીવ-વધ તો નહોતી કરી શકતી પણ સોગટાબાજી રમતા સોગઠી “મારી” એ શબ્દપ્રયેાગ પણ ભૂલી ગઈ હતી. જે સમયમાં આ રિથતિ પ્રવર્તતી હતી તે સમયમાં એક વણિકે ઈરાદાપૂર્વક એક જીને મારી નાંખી અને ઉપરથી અહિંસા જેવા ઉમદા તત્ત્વની ઠેકડી કરી! એક રાજા આ જાતના વર્તનને મૂકપણે ચલાવી લે તે જે વાતાવરણ તૈયાર કર્યું હતું એ જોતજોતામાં નાશ પામી જાય અને કાનૂનપાલન પ્રતિ જનતાનું હેજે દુર્લક્ષય થાય એટલે દાખલો બેસાડવા સારૂ ફરીથી કોઈ એવું કામ કરવાની હામ ન ભીડે એવી છાપ પાડવા માટે એ વણિકને એક વિહાર બંધાવવાની આજ્ઞા કરી. વિહાર જતાં જ પેલી વાત સ્મૃતિમાં તાજી થાય અને રસવૃત્તિઓ થતાં આચરણ પર સહેજે અંકુશ મુકાય. આવા શુદ્ધ હેતુથી થએલ કાર્ય પર એક મરાઠી પત્રે કાગને વાઘ બનાવી મૂ! સમજુ