________________
ગૌરવગાથા વર્ગ તે આવા કલમબાથી નથી છેતરાતે પણ વાચકના વિશાળ સમુદાયમાં પહેલી તકે ખાટી છાપ બેસે છે એ તો ઊઘાડી બાબત છે જ. લેખકે એટલે વિચાર કરે જોઈએ કે જે ધર્મ એક કીડીને પણ ઈજા કરવાની ના પાડે છે તે ધર્મ મનુષ્યવધ કરવાની રજા આપે ખરે? એ ધર્મના એક વિદ્વાન આચાર્ય પિતાની સામે એ થવા પણ દે? આજે જેનેને જે દુઃખ જન્માવે છે તે આ જ વસ્તુ છે કે જેનેતર સાક્ષરોમાંના કેટલાક અને ઘણાખરા લેખકો અધૂરા અભ્યાસે કે ચિરકાળસેવિત અસૂયાના ઉકળાટે ઘણાખરા પ્રસંગમાં જેને ન્યાય આપતા નથી. એમના રૂંવાડા ખડા કરે તેવી વાતો વગરવિચાયે લખી મારે છે.
મહારાજા કુમારપાળે ખંભાતમાં પણ જે સ્થળે આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રની આશાપ્રેરક મુલાકાત થઈ હતી એ સ્થાનનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી સોમનાથ મહાદેવના જીર્ણ પ્રાસાદને ઉદ્ધાર શ્રી ગૌડબૃહસ્પતિની સૂચના અને શ્રી હેમચંદ્ર સૂરિના ટેકાથી કરાવ્યું. આ ઉદ્ધારના કાર્યથી એક જૈનેતર મહાશય એમ લખી રહ્યા છે કે–કુમારપાળ પરમ માહેશ્વર હતે. તે ભૂલી જાય છે કે જેને કે જેનધમી રાજાએ ઘણાખરા સમભાવવાસિત હૃદયના હોય છે અને પિતાના જૈનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા સેવવા છતાં અન્ય ધર્મની નિંદા હરગીજ કરતા નથી. ધર્મસ્થાનો ભલેને હરકે ધર્મના હોય છતાં એની મરામતમાં વિના રોક ટેકે દ્રવ્ય વાપરે છે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ચુસ્ત જેનધામ એવા મંત્રીશ્વર વસ્તુપાળ મકકાની મસીદમાં આરસનું તેરણ ભેટ કર્યું હતું. ધર્મને રંગ એ કંઈ ઉપરછલો નથી હોઈ શકતે. એ પાછળ તે સાચા હૃદયના બહુમાન જરૂરી છે. કુમારપાળ મહારાજા પરમ મહેશ્વર કહેવાય કે પરમ આત કહેવાય એ કાંઈ મોટો પ્રશ્ન નથી. સવાલ ખડે થાય છે તે એ છે કે-જે જાતના જીવન જીવ્યાના પુરાવા મળે છે, જે