________________
ગૌરવગાથા
[ ૨૧ ] હતી. વિસામાના મુકામમાં સામૈયાથી વધાવાતા આભુ સંઘવીએ દાન દેવામાં કચાશ ન રાખી. શ્રી શત્રુંજય ગિરિના પ્રથમ દર્શન કરવાની ખુશાલીમાં સંઘના સર્વ મનુષ્યમાં વસ્ત્રાભૂષણની કહાણી દ્વારા પહેરામણી કરી, પવિત્ર તીર્થ શ્રી શત્રુંજયની ભાવપૂર્વક યાત્રા કરી, સંઘ સાથે ગિરનાર તરફ પગલા માંડ્યા. આ સંઘ યાત્રામાં તેમણે બાર ક્રોડ સોનામહોરે ખરચી. યાત્રામાં માંડવગઢના પ્રસિદ્ધ મંત્રી ઝાંઝણ શેઠના સંઘને મેળાપ થયો હતો. પ્રથમ દર્શને આભુ સંઘવીની સંપત્તિએ ઝાંઝણ મંત્રીને આશ્ચર્ય ઉપજાવ્યું હતું. ચંચળ એવી લક્ષ્મીને વાસ પૂર્વભવની પૂન્યા ઉપર અવલંબે છે અને સન્માર્ગે વ્યય કરનારને ત્યાં એ વચ્ચે જાય છે.
મંત્રીશ્વરે ૧૫૧૦ નવી જિનપ્રતિમાઓ, સંખ્યાબંધ જિનપ્રાસાદો બંધાવ્યા. ત્રણ ક્રોડ સુવર્ણ મહોરે ખરચી આગમ ગ્રંથની પ્રતા સેનાની શાહીથી લખાવી અને પ્રાપ્ત થતાં દરેક ગ્રંથની મશીન અક્ષરવાળી પ્રતિ લખાવી. ત્રણસો ને સાઠ શ્રાવકેને ધન આપી પોતાના સરખા સમૃદ્ધ બનાવ્યા. સાચી સ્વામીભકિતને આ જવલત નમૂને વર્તમાન કાળમાં હદયમાં કતરી રાખવા જેવું છે. અંતકાળ નજીક જોતાં સાત છોડ સોનામહોરોનું દાન દઈ, શુભ ધ્યાનપૂર્વક સંથારો ક્યા યાને આત્માને સર્વ આરંભથી સરાવી દીધા–ધર્મધ્યાનમાં લીન બની સ્વર્ગે ગયા.
આજના યુગમાં ઉપર વર્ણવ્યા તેવા સ્વામીવાત્સલ્યની ખાસ અગત્ય છે.