________________
૯. સિદ્ધરાજને સમય અને જૈન મંત્રીઓ
(૧) સજજન મંત્રી સિદ્ધરાજના એક મંત્રી સજન નામે હતા. આ નામ ઈતિહાસના પાને અંકિત થયેલ છે. અણહિલપુરપાટણની સ્થાપના રાજવી વનરાજ ચાવડાથી થઈ છે અને એ વેળા જેન ધમી મુસદ્દીઓ મંત્રીપદ ધરાવતા આવ્યા છે. જેવા તેઓ સાહસિક વ્યાપારી હતા તેવા જ તેઓ સમય આવે શસ્ત્રો પણ ફેરવી જાણતા હતા અને રાજ્યના વહીવટી તંત્રમાં કલમ પણ ચલાવી શક્તા હતા. એમાં શ્રીમાળી વંશના જાબ અને ચાંપાના નામ અગ્ર પદે આવે છે. મંત્રી સજજન એમાંના એકને વંશજ હતો. એ કાળે સૌરાષ્ટ્રને કેટલાક પ્રદેશ સિદ્ધરાજના તાબામાં હતો છતાં ત્યાં વારે કવારે છમકલા થતાં. સજજનની બાહોશી અને આવડત જોઈ એ મહત્ત્વના સ્થાનમાં દંડનાયક તરીકે સિદ્ધરાજે એને મૂક્યું હતું. રાજવીએ મૂકેલા વિશ્વાસ પ્રમાણે સજજન મંત્રીએ પોતાના બુદ્ધિબળથી એવું તે ચતુરાઈપૂર્વક કામ લીધું કે ત્યાં શાંતિ પથરાઈ અને વર્ષો જૂની લહેણુની રકમ વસુલ થઈ.
દરમીયાન જૂનાગઢમાં ભદ્રેશ્વરસૂરિ મહારાજના પગલા થયા. ગિરનાર પરના દેવાલયમાં યાત્રા કરતાં તે મહાત્માને તાત્કાલિક જીર્ણોદ્ધારની અગત્ય જણાઈ. વ્યાખ્યાનમાં એ સંબંધી ઉલ્લેખ કરતાં કહ્યું કે