________________
[ ૩૪ ]
ઐતિહાસિક પૂર્વજોની ઉલ્લેખે અને હકીકતે મળી આવે છે એ ઉપરથી મંત્રીશ્વરની મહત્તા અને પ્રભાવિતા કેવી સચોટ હતી એને કયાસ કાઢી શકાય તેમ છે.
અભયદેવસૂરિના ઉપદેશથી શાનું મંત્રીએ ભચના સમલિકાવિહારમાં સુવર્ણ કળશે ચઢાવ્યા હતા એવો ઉલ્લેખ શ્રી ચંદ્રસૂરિકૃત પ્રાકૃત “મુનિસુવ્રતચરિત્ર'માં છે.
ધમી આત્માઓ રાજકારણમાં પણ ઉમદા ભાગ ભજવી શકે છે એ ઉપરના વૃત્તાંતથી સમજાય તેમ છે.
નેધ–સજજન તેમજ શાતુરૂપ મંત્રી યુગલે વડઉદયમાં વિસ્તૃત રથયાત્રા કરાવી એ ઉલ્લેખ પ્રશસ્તિમાં છે. આ વડઉદય તે હાલનું વડોદરા હોય એ સંભવિત છે.
(૩) સેમ સચિવ વિશ્વને આનંદ આપનાર, હંમેશાં ગુરુ પ્રત્યે પ્રેમ રાખનાર તથા મેઘના જેવી લીલાને ધારણ કરનાર સામ” કે જેની ધર્મોરાતિ વિકાસ પામતી જાય છે તથા માંગણેના હાથરૂપી છીપમાં દાનરૂપી સ્વાતિવૃષ્ટિ કરી હોવાને કારણે જેને યશ દિશારૂપી સ્ત્રીઓનું મંડન કરનાર મેતીના જેવો નિર્મળ અને પવિત્ર છે.
તે સેમ સચિવ ચંદ્ર જેવા શુભ ગુણેથી યુક્ત હતો. તેણે સિદ્ધરાજને મૂકીને બીજા કેઈને પોતાને સ્વામી બનાવ્યો નહોતે. લેખના આલેખનમાં કવિ પ્રશ્ન કરે છે કે –
લક્ષમીના નિવાસસ્થાનરૂપ કમળ પોતાને ઉલસિત કરવા માટે ભાસ્કર સિવાય બીજા કોઈ તેજની વાંછના શું કરે છે ખરું?
ઉપરના લખાણ ઉપરથી તેમજ અન્ય અનેક પ્રશસ્તિઓ