________________
[ ૪૮]
ઐતિહાસિક પૂર્વજોની ખાય છે. અહીં એ વાતની યાદ આપીએ કે જેઓ ગુજરાતના પતનને ટેપ રાજા કુમારપાળની દયાને આભારી છે એમ કહેવા બહાર પડયા છે તેઓ કેવી ભીંત ભૂલ્યા છે એ ઉપરના વિજય ને યુદ્ધો પરથી સહજ સમજી શકાશે. શ્રીમદ્દ હેમચંદ્રસૂરિના સહવાસથી કે જૈન ધર્મના બોધથી કુમારપાળ રાજા જરૂર કૃપાપરાયણ અને પ્રજાપ્રેમી બન્યો છે. પણ તેથી તેનામાં કાયરતા આવી કિંવા ગુજરાતના પાટનગરને અધઃપતનના માર્ગે લઈ ગયા એ કહેવું તે માત્ર એક પ્રકારની ધષ્ટતા જ નથી પણ ઊઘાડી આંખે ઈતિહાસનું અજ્ઞાન સૂચવે છે, અને એથી સત્યનું ખન થાય છે. જેની નમાં સાચી દયા ઝળકતી હોય છે એ કાયર તો હોઈ શકે જ નહી કારણ કે દયા દાખવવામાં ઓછા સત્વની જરૂર નથી પડતી. આત્મશક્તિના સાચા દર્શન જેને થાય છે એવા આત્માઓ જ અહિંસા જેવી વિરલ વસ્તુને પૂર્ણપણે સાક્ષાત્કાર કરાવી શકે છે. સામાન્ય કક્ષાના માનવીનું એ ગજું નથી. દયાની ઠેકડી કરવી એ સહેલી વાત છે પણ એને સાચી રીતે પીછાનવી એ કપરું કાર્ય છે.
કુમારપાળના જીવનમાં પલટો થયે તે પૂર્વે એ શિવમ હતા અને માંસ, મદિરા પણ વાપરતો. જ્યારથી એણે જેને ધર્મના ચુસ્ત ઉપાસક એવા મંત્રીશ્વર ઉદયન અને તેમના પત્રો આંબડ, વાહડ અને ચાહડ આદિને ચડાઈ વેળા પૂર્ણ સહકાર સાધ્યા ત્યારથી એના મનમાં એ વિચારને ઉદ્દભવ થઈ ચૂક્યો હતો કે “દયાધમી તરીકે ઓળખાતા અને જૈન ધર્મના ચુસ્ત ઉપાસક લેખાતા આ વણિકવીરે એક તરફ ધર્મનું પાલન પણ કરી શકે છે અને બીજી બાજુ સમય પ્રાપ્ત થયે પરાક્રમ બતાવી સમરાંગણ ભાવે છે ત્યારે એ જૈનધર્મના તત્વમાં કંઈ વિલક્ષણતા અવશ્ય હોવી જોઈએ. દયા અને શૂરવીરતાને મેળ ન બેસે એમ કહેનારા જરૂર ભ્રમમાં છેઃ આ વિચારપ્રવાહમાં