________________
[ ૪૬ ].
ઐતિહાસિક પૂર્વજોની તાબે કર્યો, અને ઠેઠ પંજાબ સુધી પહોંચે. ચિતોડને તેના સાતસો ગામ સહિત આખાય પ્રદેશ અલીગને જાગીર તરીકે સુપ્રત કરવામાં આવ્યા. આ જીત ચિતોડગઢના લેખમાં વિ. સં. ૧૨૦૭ ઈ. સન ૧૧૫૦ માં સેંધાઈ છે. કુમારપાળના કેટલાક બિરૂદમાં એક અવંતીનાથનું બિરૂદ ગણાય છે જેને અર્થ માળવાન સ્વામી એ થાય છે તે ઉપરના બનાવને આભારી છે.
આ દરમીયાન સપાદલક્ષમાં ફરી સળવળાટ ઉદ્ભવ્ય એટલે એમાંથી પરવારતાં જ કુમારપાળને પોતાની નજર એ તરફ વાળવી પડી. ખુદ ચાહડની સરદારી હેઠળ મોટું સૈન્ય મોકલવામાં આવ્યું. એણે સપાદલક્ષના અંભેરા નામના શહેર પર હુમલો કરી શત્રુને સખત પરાજય પમાડ્યો અને ચાલુક્ય રાજવીની મહત્તા સ્થાપી. આ યુદ્ધમાં પુષ્કળ દ્રવ્યસામગ્રી હાથ આવી.
ઈ. સન ૧૧૫૦ લગભગ કુમારપાળને પિતાના બનેવી અર્ણોરાજ સાથે કલહ જન્મ્યા. રાજાએ પાસાબાજીની રમત રમતાં કુમારપાળની ભગિની રાણું દેવળદેવીનું અપમાન કર્યું. રાણું રીસાઈને પિતાના ભાઈને ઘેર ચાલી આવી. કુમારપાળે આ અપમાનને બદલે સખત હાથે લીધે અને અર્ણોરાજને રમતમાં એણે કર્યું હતું એવું ધાર્મિક ઉદ્દેશને લગતું અપમાન પુનઃ કરે નહી એ સારૂ શિકસ્ત આપી બેધપાઠ શીખવ્યું. પછી તેને રાજ્ય પાછું આપી પોતાના ખંડીયા રાજા તરીકે કાયમ કર્યો.
ઈ. સન ૧૧૫૬ ના અરસામાં એણે પિતાનું ધ્યાન ઉત્તર કંકણું જીતવા તરફ દોર્યું. આંબડને મેટું સૈન્ય આપી તે તરફ મેક. જ્યારે લશ્કર “કાલવીની ઓળંગતું હતું ત્યારે પાછળથી આવી ઉત્તર કોંકણના સ્વામી મલિકાને સખ્ત છાપે માર્યો અને