________________
ગૌરવગાથા
| [૩૭]. મારવા જેવું કર્યું. ઉદયન મંત્રીએ ઝીંઝુવાડાનો કિલે બંધાવ્યો હતા.
આ થંભતીર્થ એ સમયમાં ગુજરાતનું નામીચું બંદર હતું એટલું જ નહીં પણ રાજકીય દૃષ્ટિયે અતિ મહત્વનું સ્થાન ગણાતું હતું. ઉદયનના મંત્રીપણામાં એમાં સર્વદેશીય વધારો થયે. દીર્ઘદશિતાભરી રાજનીતિથી એની રિદ્ધિસિદ્ધિમાં વધારો થ. બખેડા નામશૂન્ય થયા અને વ્યાપાર ભયમુક્ત બને. એટલે જ ઉદયન મંત્રી એ પદ પર કાયમ જેવા થઈ ગયા. સિદ્ધરાજ કઈ પણ રીતે ભાવી વારસ કુમારપાલનું કાટલું કાઢવા માંગતા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સ્વજ્ઞાનબળે પાટણની ગાદી કુમારપાલને મળનાર છે એ નિશ્ચિતપણે કહ્યું હતું. શ્રદ્ધાસંપન્ન મંત્રીએ સૂરિજીના વચન ઉપર શ્રદ્ધા રાખી એવી ચાલાકીથી કામ લીધું કે ભાવિ નૃપતિના જીવનની રક્ષા કરી છતાં સિદ્ધરાજની જરા પણ ઈતરાજી ન વહોરી “રાજમામા” ગણાતા આ બુદ્ધિમાને પાછળથી “રાજપિતા”નું બિરૂદ પોતાની આવડતના બળે મેળવ્યું હતું. કુમારપાળે પૂર્વને ઉપકાર ધ્યાનમાં રાખી ઉદયનને મહામાત્ય બનાવ્યા. એમની સલાહ લીધા વિના એ ડગલું પણ ન ભરતા. સૌરાષ્ટ્ર જીતવા એમને જવાનું થયું. જીવનના ભેગે જયશ્રી મેળવી.
(૭) શાહ કુંવરજીના પૂર્વજો અણહિલપુર પાટણના શૃંગારરૂપ, ઈલાહી સંવત્ ૪૧ (વિક્રમ સંવત ૧૬૫ર) વર્ષે વૈશાખ વદ ૧૫ ને ગુરુવારે રેવતી નક્ષત્રમાં શુભ મુહૂર્ત કુંવરજી શાહે, સ્ત્રી સભાગદે, બહેન વાછી, પુત્રી જીવાણું આદિના પરિવારયુક્ત શ્રી વાડીપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સુરગિરિ સમ ભાતા ચતુર્મુખ ચૈત્યમાં કરી. શાહ