________________
[ કર]
ઐતિહાસિક પર્વની દેડાવ્યા. આ વેળા કુમારપાળને શરૂમાં અલીગ કુંભારની અને પાછળથી ખંભાતમાં પ્રભાવિક આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિની મદદ ન મળી હતી તે એનું જીવન મરણુભયના કાંઠે હતું. - ભાગ્યેજ ઈતિહાસને કોઈપણ અભ્યાસી આ બધા બનાવે જે રીતે બન્યા છે તેનાથી અજ્ઞાત હશે. એ ઉપરથી અનુમાન કરી શકાય તેમ છે કે એક જબરા મહારાજા સામે ભાવી ગાદીવારસ કુમારપાળને પોતાની જાતને છુપાવીને કેટકેટલી ચાતરાઈથી માર્ગ કાઢ પડ્યો છે અને કેવા કેવા દારૂણ ને હૃદય હચમચાવે એવા સવેગોને સામને કરવો પડ્યો છે. - કુમારપાળ જ્યારે ખંભાતમાં હેમચંદ્રસૂરિને મળે છે ત્યારે તે એટલી હદે નિરાશ બની જાય છે અને બેલે છે કે આટઆટલી રખડપટ્ટી વેક્યા છતાં ગાદી મળે તેવી નિશાની જણાતી નથી તો એ આશા પર પૂળે મૂકી શા સારુ જીવનને અંત ન આવે ? પણ એ વેળા હેમચંદ્રસૂરિ મહારાજ પતે છાતી ઠોકીને ભવિષ્ય કહે છે અને પાટણની ગાદી મળશે જ એવી ખાત્રી આપે છે. વળી ધીરજ આપી જણાવે છે કે ઘણું વર્ષો દુઃખ સહન કર્યું ત્યારે થોડા સારુ હિંમત ન હાર. ત્યાંથી નીકળી તે ઉજજૈન તરફ સીધાવે છે. એ વેળા આચાર્યશ્રીના શબ્દ પર એને પૂરે વિશ્વાસ પણ બેસતું નથી. ક્ષત્રિયનું બીજ હોવા છતાં અત્યારસુધી જે હાડમારીઓ ભેગવવી પડી હતી અને સિદ્ધરાજના લાંબા રાજ્યકાળથી તેમજ એની ખફગીથી બચવા સારુ જે રીતે ભટકવું પડયું હતું અને કપરા સંજોગોને સામને કરવું પડ હતો એ ભલભલાને નિરાશ અને નાસીપાસ બનાવે તેવાં હતાં તેથી જ તે નિરાશાની ઊંડી ખાઈમાં ઉતરી પડયે હતે. આમ એક તરફ આશાનું અંતિમ બિંદુ આવી ચૂકયું હતું ત્યાં રણમાં જેમ તૃષાતુર મુસાફરને મીઠા પાણીનું સરોવર દષ્ટિગેચર થાય તેમ કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને મેળાપ થયે; એટલું જ નહી